ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

એ.આર.રહેમાનની કાર રોકી ફિરંગી યુવતીએ ગાયું ‘માં તુઝે સલામ’, જુઓ વીડિયો

  • સંગીત સમ્રાટ એ.આર. રહેમાન તાજેતરમાં વિદેશમાં તેના એક પ્રશંસકને મળ્યા
  • ગીત ગાયા બાદ એ.આર.રહેમાને યુવતીના ખૂબ વખાણ કર્યા અને પરફોર્મન્સનો વીડિયો શેર કર્યો

મુંબઈ, 13 જાન્યુઆરી: સંગીત સમ્રાટ એ.આર. રહેમાન તાજેતરમાં વિદેશમાં તેના એક પ્રશંસકને મળ્યા હતા. તેણીએ એ.આર.રહેમાનને પોતાના આદર્શ ગણાવ્યા અને પૂછ્યું કે, “શું તે તેમના માટે ગીત ગાઈ શકે છે.” છોકરીએ રસ્તા પર ગિટાર વગાડીને દેશભક્તિનું ગીત ‘માં તુઝે સલામ’ ગાયું હતું. ગીત ગાયા બાદ એ. આર. રહેમાને તેના ખૂબ વખાણ કર્યા અને યુવતીના પરફોર્મન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. છેલ્લા કેટલાક દિવસોથી, સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા કરવામાં આવેલા માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા પરના ખુલાસા બાદ ચર્ચામાં છે. રહેમાને જણાવ્યું કે, “એક સમયે તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.”

છોકરીએ એ.આર. રહેમાન માટે ગાયું ગીત

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એ.આર. રહેમાને કાર રોકીને યુવતીનું ગીત સાંભળ્યું હતું અને કારની બારીમાંથી તેનો વીડિયો રેકોર્ડ કર્યો  હતો. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વીડિયો શેર કર્યો હતો. આ સમયે ત્યાં રહેલા એક પાપારાઝીએ તેનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે, જેમાં રહેમાન યુવતીના ગીતના વખાણ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

એ.આર.રહેમાન વિદેશ પ્રવાસ રહેલા છે

ત્રણ અઠવાડિયા પહેલા એ.આર. રહેમાન કંથુરી ઉત્સવમાં ભાગ લેવા માટે નાગપટ્ટનમની નાગૌર દરગાહ ગયા હતા. જ્યારે તે ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ઓટો-રિક્ષામાં પહોંચ્યો ત્યારે તેના ચાહકોને આશ્ચર્ય થયો. અગાઉ, તેમણે અબુ ધાબીમાં UAEના 52માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, A.R. રહેમાનને ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના ગીત ‘જય હો’ માટે 2009માં બે ઓસ્કાર અને એક ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ‘માં તુઝે સલામ’ના ગાયક શંકર મહાદેવન છે.

એ.આર. રહેમાનના નવા પ્રોજેક્ટ્સ

એ. આર. રહેમાન ફિલ્મો માટે સંગીત આપવાનું ચાલુ રાખ્યું છે. તે ઐશ્વર્યા અને રજનીકાંતની આગામી ફિલ્મ ‘લાલ સલામ’ માટે સંગીતકાર તરીકેનો ભાગ ભજવી રહ્યા છે. શિવકાર્તિકેયન અને રકુલ પ્રીત સિંહની તમિલ ફિલ્મ ‘આયાલન’નું નવું ગીત ‘સૂરો સુરો’ પણ એ.આર. રહેમાનનું છે. રહેમાન એક્ટર રામ ચરણની આગામી ફિલ્મ માટે પણ સંગીત આપશે. તેણે દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ચમકિલા’ માટે પણ સંગીત આપ્યું છે.

આ પણ જુઓ :લગ્નની અફવાઓ વચ્ચે રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ રામ મંદિરના મૂર્તિરથના કર્યા દર્શન

Back to top button