નેશનલ

યુટ્યુબર બોબી કટારિયા સામે નોંધાઈ FIR, આજીવન કેદની સજા થાય તેવી શક્યતા

Text To Speech

નેશનલ ડેસ્કઃ પોલીસે યુટ્યુબર બોબી કટારિયા વિરુદ્ધ IGI એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમમાં FIR નોંધી છે. મહત્વનું છે કે, તેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વિમાનમાં સિગારેટ પીતા બોબીનો વીડિયો ગત દિવસોમાં વાયરલ થયો હતો. આ પછી સ્પાઈસ જેટના અધિકારીએ પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર, બોબી કટારિયા 20 જાન્યુઆરીએ દુબઈથી નવી દિલ્હી પ્લેનમાં ગયો હતો.

બોબી ફ્લાઈટમાં સિગારેટ પી રહ્યો હતો
ત્યારબાદ 24 જાન્યુઆરીએ તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પ્લેનની અંદર સિગારેટ પીતો જોવા મળે છે. બોબીએ આ કૃત્યને કારણે પ્લેન અને તેમાં સવાર તમામ મુસાફરોનો જીવ જોખમમાં મૂક્યો હતો. પોલીસે સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3C હેઠળ કેસ નોંધ્યો છે.

Back to top button