દિલ્હીમાં બગ્ગાનાં અપહરણની FIR ફાટી, હરિયાણા પોલીસે પંજાબ લઇ જવાતા પહેલા રસ્તામાં જ રોક્યા
બગ્ગાની ધરપક્ડથી નારાજ દિલ્હી ભાજપનો વળતો પ્રહાર, અપહરણનો કેંસ નોંધાવી કર્યો કાઉન્ટર એટેક
પંજાબ પોલીસે દિલ્હી ભાજપના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાની તેમના ઘરેથી ધરપકડ કરી અને પંજાબ લઇ જવાની પેરવી કરી પછી આ મામલામાં નવો વળાંક આવ્યો છે. બગ્ગાને પંજાબ લઈ જઈ રહેલા પંજાબ પોલીસના કાફલાને હરિયાણામાં હરિયાણા પોલીસ દ્વારા રોકવામાં આવ્યો. હરિયાણા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દિલ્હીમાં બગ્ગાનું અપહરણ કરવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા, દિલ્હી પોલીસની સૂચનાથી આવુ કરવામાં આવ્યું છે.
Delhi Police register a kidnapping case after the arrest of BJP leader Tajinder Pal Singh Bagga by Punjab Police over his alleged threat to Delhi CM Arvind Kejriwal.
— ANI (@ANI) May 6, 2022
આપને જણાવી દઈએ કે બગ્ગાની ધરપકડને લઈને ભાજપ ગુસ્સામાં હતું, સાથે જ પૂર્વ AAP નેતા અને કવિ કુમાર વિશ્વાસે પણ પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનને સંયમની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસનાં ઘરે પણ પંજાબમાં નોંધવામાં આવેલ એક કેસ સંદર્ભે પંજાબ પોલીસ પહોંચી હતી.