મણિપુર ઘટના મામલે CBIને હવે સોપી FIR, આરોપીઓની કરશે પૂછપરછ
મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ અને નગ્ન કરી રેલી કાઢવાના મામલામાં ગૃહ મંત્રાલયના નિર્દેશ પર FIR નોંધીવામાં આવી છે. આ મામલામાં ડીઓપીટીની સૂચના જાહેર થયા બાદ FIR નોંધવામાં આવી છે. મણિપુરમાં નોંધાયેલી FIR પર હવે CBI દ્વારા સત્તાવાર રીતે તપાસ શરૂ કરશે.
મણિપુર કેસની FIRમાં શું છે?
4 મેના રોજ બપોરે 3 વાગ્યે લગભગ 800-1000 લોકો કાંગપોકપી જિલ્લાના અમારા ગામ બી.ફેનોમમાં ઘુસી આવ્યા હતા. તેઓએ ઘરોમાં તોડફોડ કરી, ઘરના ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, વાસણો, કપડાં અને રોકડની લૂંટ કર્યા બાદ ઘરોને આગ ચાંપી દીધી હતી.
અમને શંકા છે કે હુમલાખોરો મૈતેઈ યુથ ઓર્ગેનાઈઝેશન, મૈતેઈ લિપુન, કાંગલેઈપાક કનબા લુપ, અરામબાઈ તેંગગોલ અને વિશ્વ મેૈતેઈ પરિષદ, અનુસૂચિત જનજાતિ માગ સમિતિના હતા.
હુમલાખોરોથી ડરીને ઘણા લોકો જંગલ તરફ ભાગી ગયા હતા, તેમને નોંગપોક સેકમાઈ પોલીસે બચાવી લીધા હતા. હુમલાખોરો પાસે અનેક હથિયારો પણ હતા. તેમણે તમામ લોકોને પોલીસના કબજામાંથી છોડાવી લીધા હતા.
તેઓએ 56 વર્ષીય સોઈટિંકમ વૈફેઈની હત્યા કરી. આ પછી ત્રણ મહિલાઓને તેમના કપડાં ઉતારવાની ફરજ પાડી. હુમલાખોરોએ મહિલાઓ સાથે ગેંગરેપ કર્યો. મહિલાના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો: સંસદમાં મણિપુર હિંસા પર હોબાળો થવાની સંભાવના; બીજેપી સાંસદે કહ્યું- મણિપુરની આ હાલત નહેરુના કારણે
CBIએ FIR નોંધી કાર્યવાહી હાથ ધરી:
CBIએ હવે IPC કલમ 153A, 398, 427, 436, 448, 302, 354, 364, 326, 376, 34 હેઠળ FIR નોંધી છે. રાજ્ય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
CBI કરશે આરોપીઓની પૂછપરછ:
CBI પહેલાથી જ હિંસાના કેસોની તપાસ કરી રહી હતી, જેમાં ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે CBI મહિલાઓના જાતીય શોષણના મામલાની તપાસ અને તેમની કસ્ટડીમાં પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરશે.
આ પણ વાંચો:‘INDIA’નું ડેલીગેશન મણિપુરના પ્રવાસે, કોંગ્રેસ સાંસદે કહ્યું- જ્યાં હિંસા થઈ ત્યાં જવું મુશ્કેલ