ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

એલ્વિશ યાદવ રેવ પાર્ટીઓમાં સાંપોનું ઝેર ઉપલબ્ધ કરાવે છેઃ FIR દાખલ

  • બિગ બોસ OTT-2ના વિજેતા એલ્વિશ યાદવ સહિત છ સામે નોંધાયો કેસ
  • ગેરકાયદેસર રેવ પાર્ટીઓનું આયોજન કરવા અને આવી પાર્ટીઓમાં સાંપોનું ઝેર ઉપલબ્ધ કરાવાનો આરોપો
  • નોઈડા પોલીસને સેક્ટર 49માં દરોડા દરમિયાન 5 કોબ્રા સાપ અને ઝેર મળી આવ્યું

ઉત્તર પ્રદેશ : બિગ બોસ OTT-2ના વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. નોઈડા પોલીસે શુક્રવારે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ,એક NGOએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી હતી. આ દરોડામાં પોલીસને 5 કોબ્રા સાપ અને ઝેર મળી આવ્યું હતું. જેમાં એલ્વિશ યાદવ પર સાંપોની તસ્કરી અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે તે સાંપોની તસ્કરી કરનાર લોકો સાથે પણ સંકળાયેલો હતો. જેથી એલ્વિશ યાદવની ધરપકડ થવાની પણ સંભાવના રહેલી છે

સેક્ટર-49માં પોલીસનો દરોડો
મળતી માહિતી મુજબ, નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસને અહીંથી 5 કોબ્રા મળી આવ્યા છે અને સાપનું ઝેર પણ મળી આવ્યું છે. જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવનું નામ પણ સામે આવ્યું. જેથી પોલીસે એલ્વિશ વિરુદ્ધ FIR નોંધી છે.

NGOના સ્ટિંગ ઓપરેશન હેઠળ ફરિયાદ નોંધાઈ

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)


FIRની નકલ અનુસાર, એલ્વિશ યાદવનું નામ પણ આરોપીઓમાં નોંધાયેલું છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે. તેની આખી વાર્તા ફરિયાદથી શરૂ થાય છે. ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, નોઈડામાં આવી ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. એવું પણ બહાર આવ્યું છે કે યુટ્યુબર એલ્વિશ યાદવ કેટલાક લોકો સાથે નોઈડા-NCRના ફાર્મ હાઉસમાં સાપના ઝેર અને જીવંત સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ સાથે ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાની પણ માહિતી મળી હતી.

આ પણ વાંચો :એલ્વિશ યાદવના સમર્થનમાં ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર! સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી?

Back to top button