ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાળ યૌન શોષણ બતાવનાર યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR દાખલ

Text To Speech
  • યુટ્યુબ ચેનલ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતી સામગ્રી અપલોડ કરવામાં આવી હતી
  • મહારાષ્ટ્રના સાયબર સેલે યુટ્યુબ અને યુટ્યુબ ચેનલ વિરુદ્ધ IPC અને POCSOની કલમ હેઠળ કેસ નોંધ્યો

મુંબઈ, 12 જાન્યુઆરી : મહારાષ્ટ્રના મુંબઈમાં સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગએ (NCPCR) મહારાષ્ટ્ર સાયબર સેલને જાણ કરી હતી કે યુટ્યુબ ચેનલ પર બાળ યૌન શોષણને લગતી સામગ્રી અપલોડ કરવામાં આવી છે. તે ચેનલ પર ચાર વર્ષની સગીર બાળકી સાથેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે અશ્લીલ હતો. આ પછી મહારાષ્ટ્ર સાયબર સેલમાં યુટ્યુબ અને યુટ્યુબ ચેનલ વિરુદ્ધ IPCની કલમ 509, POCSOની કલમ 15, 19 અને ITની કલમ 67 B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી

અધિકારીના જણાવ્યું મુજબ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ 8 જાન્યુઆરીએ પોલીસ અધિક્ષક સાયબર સેલને નોટિસ જારી કરીને તપાસની માંગ કરી હતી. કમિશને કહ્યું કે, ‘બાળ યૌન શોષણના વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે.’ સાયબર સેલના અધિકારીઓએ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, ચેનલનું સંચાલન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના રહેવાસી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જે બાદ અધિકારીએ કહ્યું હતું કે, આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

વીડિયોમાં મહિલા પણ જોવા મળી

કમિશને કહ્યું કે, YouTube પર ચાઇલ્ડ સેક્સ્યુલ એબ્યૂઝ મટિરિયલની (CSAM) પ્રેક્ટિસ ચિંતાજનક છે. આ વીડિયોમાં સગીરો સહિત દર્શકોની સંખ્યા વધુ છે. વીડિયોમાં એક મહિલા તેના સગીર બાળક સાથે અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ જુઓ :મુંબઈ હુમલાના આતંકીઓને ટ્રેનિંગ આપનાર આતંકવાદી ભુતાવીને UNએ સત્તાવાર મૃત જાહેર કર્યો

Back to top button