નેશનલ

PM મોદી પર વિવાદિત નિવેદન આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજા પટેરિયા વિરૂદ્ધ FIR દાખલ

Text To Speech

મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન મોંઘુ સાબિત થયું છે. રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાના આદેશ પર રાજા પટેરિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પન્નાના પવઈ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. વાસ્તવમાં રાજા પટરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં તે પીએમ મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે, પરંતુ આ મામલો હવે જોર પકડી રહ્યો છે.

‘આ ફાસીવાદી માનસિકતા’

બીજી તરફ આ સમગ્ર મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આ ફાસીવાદી માનસિકતા ધરાવતું નિવેદન છે. મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે, “કોંગ્રેસ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ પાર્ટી નથી રહી, તે ઈટાલીની કોંગ્રેસ બની ગઈ છે અને માત્ર આ મુદ્દા પર જ કેમ વાત કરો.. એક મહિના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા હતા. સોનિયા ગાંધીએ મૌતના સૌદાગર કહ્યા હતા.

રાજા પટેરિયાના નિવેદનથી હોબાળો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થઈ રહેલા રાજા પટેરિયાના એક વીડિયોમાં તેઓ ચૂંટણી જીતવા અને વડાપ્રધાન મોદીની વાત કરતા જોવા મળે છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે, પટેરિયા કાર્યકરોને પ્રોત્સાહિત નથી કરી રહ્યા પરંતુ તેમને ઉશ્કેરી રહ્યા છે. પટેરિયા કાર્યકરોને કહેતા જોવા મળે છે કે, “મોદી ચૂંટણી ખતમ કરશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડશે, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓના જીવ જોખમમાં છે, જો બંધારણ બચાવવું હોય તો મોદીને મારી નાખવા “તૈયાર રહો.”

ટ્વિટર પર વાયરલ થઈ રહેલા વિડિયો અને મામલો ઉગ્ર બનતો જોઈને રાજા પટેરિયાએ ખુલાસો રજૂ કર્યો. પોતાના સ્પષ્ટીકરણમાં તે વીડિયોમાં સામેલ હત્યા શબ્દને હારની વ્યાખ્યા આપતા જોવા મળે છે. એમ પણ કહ્યું કે હત્યા શબ્દ વાપરવા પાછળ મારો મતલબ હાર હતો.

આ પણ વાંચો : ‘દાદા સરકાર 2.0’ : ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા

Back to top button