ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહાદેવ એપ કેસમાં પૂર્વ CM ભૂપેશ બઘેલ સહિત 21 લોકો વિરુદ્ધ FIR દાખલ

Text To Speech

રાયપુર (છત્તીસગઢ), 17 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી શકે છે. મહાદેવ એપ સટ્ટાબાજીના મામલામાં રાયપુરની આર્થિક અપરાધ શાખાએ પૂર્વ સીએમ બઘેલ અને અન્યો વિરુદ્ધ FIR નોંધી છે. મળતી માહિતી અનુસાર, બઘેલ અને અન્ય લોકો વિરુદ્ધ IPCની કલમ 120B, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો.

 પૂર્વ સીએમને કરોડો રૂપિયા ચૂકવવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મહાદેવ ઑનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપ્લિકેશનની કથિત ગેરકાયદેસર કામગીરીમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરી રહી છે, જેમાં કથિત રીતે છત્તીસગઢના ટોચના રાજકારણીઓ અને અમલદારો સામેલ છે. ગયા વર્ષે નવેમ્બરમાં  છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા EDએ દાવો કર્યો હતો કે ફોરેન્સિક વિશ્લેષણ અને કેશ કુરિયર દાસના નિવેદનથી ચોંકાવનારા આક્ષેપો કર્યા કે,  મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, બઘેલે આ આરોપોને તેમની છબીને કલંકિત કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

આ કેસમાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરાઈ

ફેબ્રુઆરીમાં કેન્દ્રીય એજન્સીએ આ કેસમાં નવમી ધરપકડ કરી હતી. EDએ અગાઉ કહ્યું હતું કે એપ્લિકેશનમાંથી કથિત ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. ઑનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મ અને પેમેન્ટ મેથડ સાથેના તેમના સંબંધો અંગે પૂછપરછ માટે એજન્સી દ્વારા બોલિવૂડ કલાકારો સહિત અનેક સેલિબ્રિટીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: CM કેજરીવાલને દિલ્હી જળ બોર્ડ અને દારુ કૌભાંડ મામલે EDનું તેડું

Back to top button