સુરતના જાણીતા બિલ્ડર વિરુદ્ધ FIR, કરોડોની ઉચાપત કરતા CBI દ્વારા ફરિયાદ
રાજહંસ ગ્રુપના માલિક સંજય મોવલિયા સામે દિલ્લી CBIમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બેંક ઓફ બરોડા સાથે રૂપિયા 76 કરોડની ઉચાપત કરતા CBIએ સંજય મોવલિયા સહિત 3 વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સંજય મોવલિયા સામે CBI ફરિયાદ
સુરત શહેરના જાણીતા બિલ્ડર અને રાજહંસ ગ્રુપના સંજય મોવલિયા સામે CBI ફરિયાદ નોંધાઈ છે. સંજય મોવલિયા વિરુદ્ધ કરોડો રુપિયાની ઉચાપત મામલે કાર્યવાહી કરવામાં આવી છે. CBIએ સંજય મોવલિયા સહિત 3 વ્યક્તિ સામે બેંક સાથે 76.03 કરોડ રૂપિયાની ઉચાપત કરવાની ફરીયાદ નોંધી છે.
જાણો શું હતો સમગ્ર મામલો
સુરતના મેસર્સ રાજહંસ ઇન્ફાબિલ્ડ એલએલપીએ બેન્ક ઓફ બરોડા માંથી 76 કરોડની લોન મેળવીને પૈસા પરત ન કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કંપની દ્વારા સુરતમાં 21 માળની હાઇરાઇઝ બિલ્ડીંગ ડેવલોપ કરવા માટે બેંક ઓફ બરોડામાંથી લોન લેવામાં આવી હતી. પરંતુ સમય મર્યાદામાં તેની ચુકવણીન ન કરી ઉચાપત કરતા બિલ્ડર સંજય મોવલીયા સહિત નવ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ CBIમાં ફરિયાદ નોંધાવી છે.
આ વ્યક્તિઓનો ફરિયાદમાં કરાયો ઉલ્લેખ
સમગ્ર મામલે સીબીઆઈમા નોંધવામાં આવેલી ફરિયાદમાં સંજય મોવાલિય, મનોજ મોવલિયા, મિતેષ મોવલિયા,સોહિલ માંડણકા,પુખરાજ શાહ, આશિષ જૈન, સહિત બેંકના અજાણ્યા કર્મીઓ અને અન્ય અજાણ વ્યક્તિનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી બની જીવલેણ, વડોદરાના હોકી પ્લેયરનું મોત