મનોરંજન

કિંગખાનની પત્ની વિરુદ્ધ FIR ! જાણો કેમ થઈ ફરિયાદ અને છે શું મામલો

Text To Speech

બોલિવૂડના કિંગખાન હાલમાં પોતાની ફિલ્મ પઠાણના કારણે ચર્ચામાં હતા પરંતુ આજે તેમની પત્નીના કારણે ચર્ચામાં આવ્યા છે. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન વિરુદ્ધ લખનૌમાં FIR નોંધવામાં આવી છે. મુંબઈના રહેવાસી કિરીટ જસવંત શાહનો દાવો છે કે તેણે લખનૌના તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડમાં ફ્લેટ ખરીદ્યો હતો. તેની કિંમત કરોડોમાં હતી.

સમગ્ર મામલે અત્યાર સુધી કંપનીને 86 લાખ રૂપિયા આપ્યા છે, છતાં તેને ફ્લેટ મળ્યો નથી. આવી સ્થિતિમાં, આ વ્યક્તિએ ગૌરા ખાન વિરુદ્ધ FIR નોંધાવી છે, કારણ કે અભિનેતાની પત્ની આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ વ્યક્તિએ તુલસીયાની કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ લિમિટેડના સીએમડી અનિલ કુમાર તુલસિયાની અને ડિરેક્ટર મહેશ તુલસિયાની વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. ત્રણેય પર કલમ 409 લગાવવામાં આવી છે. સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાંથી આ માહિતી મળી છે.

FIR on gauri khan Hum Dekhenge News

આ સાથે જ ફરિયાદી તરફથી એમ પણ કહ્યું છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનની પબ્લિસિટીથી પ્રભાવિત થઈને આ ફ્લેટ લીધો હતો. જણાવી દઈએ કે ગૌરી ખાનને આ વાતની જાણ નથી. તે કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે, તેથી તેનું નામ પણ આ FIRમાં આવ્યું છે.

Copy FIR on gauri khan Hum Dekhenge News

ગૌરી ખાને હાલમાં જ એક નવી કાર ખરીદી છે, જેની કિંમત લાખોમાં જણાવવામાં આવી રહી છે. આ નવી મર્સિડીઝ બેન્ઝ છે. આ વાદળી રંગની કાર એકદમ લક્ઝુરિયસ છે. આ સિવાય ગૌરી ખાન તેની આર્કિટેક્ટ ડિઝાઇન માટે પણ જાણીતી છે. ગૌરી ખાન પોતાની બ્રાન્ડ ‘ગૌરી ખાન ડિઝાઇન્સ’ ચલાવે છે. આ હેઠળ, તે લોકોના ઘરોનું નવીનીકરણ કરવાની સાથે પોતાની જાતે ડિઝાઇન કરે છે. પોતાની બ્રાન્ડનું ફર્નિચર પૂરું પાડે છે.

બીજી તરફ, શાહરૂખ ખાન આજકાલ તેની ફિલ્મ ‘પઠાણ’ હિટ હોવાના કારણે ચર્ચામાં છે. ખબર નહીં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલા રેકોર્ડ તોડ્યા છે. ચાહકો હવે તેની આગામી ફિલ્મો પાસેથી વધુ અપેક્ષા રાખી રહ્યો છે. શાહરૂખ તેના ફેન્સને શું ગિફ્ટ આપે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ ગૌરી ખાનના મામલાની વાત કરીએ તો હજુ સુધી તેની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો : Zwigato ફિલ્મનું Trailer રિલીઝ, કોમેડિયન બતાવશે ડિલિવરી બોયનો સંઘર્ષ

Back to top button