

બોલીવુડના બિગ-બી અમિતાભ બચ્ચન, કિંગ ખાન શાહરૂખ, અજય દેવગન અને રણવીર સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ છે. ફેન્સના દિલો પર રાજ કરનાર બોલીવુડના આ ચારેય સ્ટાર્સ વિરુદ્ધ પાન-મસાલાની એડને લઈ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, આ ચારેય સુપર સ્ટાર્સ પર બિહારના મુઝફ્ફરનગરમાં રહેનાર સોશિયલ એક્ટિવિસ્ટે નોંધાવી છે.

સોશિયલ એક્ટિવિસ્ટ તમન્ના હાશ્મીએ રણવીર સિંહ, અજય દેવગન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન વિરુદ્ધ સેક્શન 467, 468, 439 અને 120B અંતર્ગત આ ફરિયાદ નોંધાવી છે. આ સિવાય, ચાર્જશીટમાં ચારેય સ્ટાર્સ પર રૂપિયાની લાલચમાં પોતાના સ્ટારડમનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ, આ કેસની સુનાવણી 27મેના દિવસે થશે.

આ માટે નોંધાવી FIR
તમન્નાએ જણાવ્યું કે, આ ચારેય સ્ટાર્સે તેમની પોપ્યુલરિટીનો દુરુપયોગ કર્યો છે. બોલીવુડમાં પોતાની એક્ટિંગ સ્કીલ્સથી દબદબો બનાવનાર અને ફેન્સના દિલોમાં જગ્યા બનાવનાર આ સ્ટાર્સને નાના બાળકોથી લઈ મોટી ઉંમરના અનેક લોકો પોતાના આઈડલ માને છે. આ સ્ટાર્સ જે પણ કરે છે, તેને લોકો ફોલો કરે છે. ત્યારે, સ્ટાર્સની આવા પ્રકારની એડથી લોકો પર ખોટી અસર પડશે.
બિગ-બીએ કર્યું બેકઆઉટ
આપને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસ પર એક નિવેદન જાહેર કરી કહ્યું હતુ કે, તેમણે પાન-મસાલા કંપની સાથેનો પોતાનો કોન્ટ્રાક્ટ પૂરો કરી દીધો છે. તેમણે કહ્યું હતું કે પાન-મસાલાની એડ પ્રસારિત થયાના કેટલાક દિવસ બાદ કંપની સાથે વાત કરીને કોન્ટ્રાક્ટ પૂરો કરી નાંખ્યો તેમજ પ્રમોશન માટે લીધેલી રકમ પણ પરત આપી દીધી હતી.