ગિરનાર પર્વત ક્ષેત્રમાં ગંદકી ફેલાવનાર પાસેથી વસુલાયેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ
- સફાઇ અભિયાન દરમ્યાન 60 ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો
- જાહેરહિતની રિટ અરજીમાં અગાઉ હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી
- ધાર્મિક સ્થાનોની ફરતે અને આસપાસ કચરાના નિકાલ માટે કામગીરી હાથ ધરાઇ
ગિરનાર પર્વત ક્ષેત્રમાં ગંદકી ફેલાવનાર પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે. તેમજ ગિરનાર પર્વત પર 60 ટનથી વધુ કચરાનો નિકાલ થયો છે. ત્યારે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં તંત્રનું સોગંદનામું રજુ થયુ છે. જેમાં ફોરેસ્ટ કન્ઝર્વેટર, મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત રિપોર્ટ રજૂ કર્યો છે. ગિરનાર પર્વત અભ્યારણ્ય ક્ષેત્રમાં ગંદકી અને પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે ગુનો દાખલ કરવામાં આવશે.
આ પણ વાંચો: NHAIના અધિકારી લાંચ કેસમાં ભરાયા, તપાસમાં થયા મોટા ખુલાસા
સફાઇ અભિયાન દરમ્યાન 60 ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો
જુનાગઢના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં જુનાગઢ જિલ્લાના ડેપ્યુટી કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ્ ફેરેસ્ટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફ્થી સંયુકત રીતે રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી જણાવાયું હતું કે, ગિરનાર પર્વત ક્ષેત્રમાંથી સફાઇ અભિયાન દરમ્યાન 60 ટનથી વધુ કચરાનો નિકાલ કરાયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું થયુ મોત
જાહેરહિતની રિટ અરજીમાં અગાઉ હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી
જુનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં અગાઉ હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવી હતી અને ગિરનાર પર્વત પર ખાસ કરીને અંબાજી માતાના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ પ્લાસ્ટિક અને અન્ય ચીજવસ્તુઓની જે કંઇ ગંદકી કે પ્રદૂષણ હોય એ તાત્કાલિક દૂર કરવા રાજય સરકારને મહત્ત્વનો નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદથી ગરમી ઓછી પણ બફારો-ઉકળાટ વધ્યો, જાણો તાપમાન કેટલુ વધ્યું
ધાર્મિક સ્થાનોની ફરતે અને આસપાસ કચરાના નિકાલ માટે કામગીરી હાથ ધરાઇ
જિલ્લાના ડેપ્યુટી કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ્ ફેરેસ્ટ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફ્થી સંયુકત રીતે રિપોર્ટ રજૂ કરી જણાવાયું હતું કે, ગિરનાર પર્વત અભયારણ્ય ક્ષેત્રમાં ગંદકી અને પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે ગુનો નોંધી કુલ રૂ. 41,500થી વધુનો દંડ વસૂલાયો છે. ગિરનાર પર ગંદકી અને પ્રદૂષણના કાયમી નિરાકરણ માટે સત્તાવાળાઓ દ્વારા ઉપરોકત ધાર્મિક સ્થાનોની ફરતે અને આસપાસ કચરાના નિકાલ માટે કામગીરી હાથ ધરાઇ છે.