ગુજરાતટ્રેન્ડિંગ

કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળવા હવે જાણે કે સામાન્ય વાત, વધુ 10 પેકેટ મળી આવ્યા

  • 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ
  • અગાઉ જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી 139 પેકેટ જપ્ત કરાયા હતા
  • થોડા મહિનાઓમાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ માત્ર કચ્છ જિલ્લામાંથી ઝડપાયું

કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળવા હવે જાણે કે સામાન્ય વાત થઇ છે જેમાં વધુ 10 પેકેટ મળી આવ્યા છે. BSFએ 8 દિવસમાં ચરસના 139 પેકેટ જપ્ત કર્યા છે. જેમાં કચ્છની દરિયાઈ સીમા પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. ત્યારે બીએસએફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. અગાઉ જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી 139 પેકેટ જપ્ત કરાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસે નશીલા પદાર્થનું સેવન કે વેચાણ કરતા લોકો સામે ચેકિંગ હાથ ધર્યું 

થોડા મહિનાઓમાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ માત્ર કચ્છ જિલ્લામાંથી ઝડપાયું

કચ્છમાં ડ્રગ્સના પેકેટ મળવા હવે જાણે કે સામાન્ય વાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા મહિનાઓમાં જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ માત્ર કચ્છ જિલ્લામાંથી ઝડપાયું છે. ત્યારે બીએસએફના જવાનોને આજે ફરી કચ્છની દરિયાઈ સરહદ પરથી ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. બીએસએફના જવાનોને સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ કોસ્ટ વિસ્તારના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના 10 પેકેટ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 8 દિવસમાં બીએસએફ દ્વારા જખૌના કોસ્ટલ વિસ્તારમાંથી 139 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે અને કચ્છના ક્રીક અને નિર્જન ટાપુઓ પર બીએસએફ દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા

ત્યારે સવાલ એ છે કે આ ડ્રગ્સના પેકેટ કોના ઈશારે મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચરસના પેકેટ મળતા હોવાથી જ કચ્છમાં અગાઉ 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા

છેલ્લા 15 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે. જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.

Back to top button