ટોપ ન્યૂઝનેશનલ

જાણો અમિત શાહે કેમ રદ્દ કરાવ્યો સ્વાગત કાર્યક્રમ, બંગાળ મુલાકાત વચ્ચે કોની લટકતી લાશ મળી

Text To Speech

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે છે. અમિત શાહ દ્વારા બંગાળ ભાજપનાં વરિષ્ઠ હોદ્દેદોરો અન કાર્યકરતાઓને NSC બોસ એરપોર્ટ પર પોતાનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ રદ કરવાનું ફરમાન આપવામાં આવ્યું છે. શાહ સ્વાગત કાર્યક્રમ રદ્દ કરી અને  બપોરે સીધા જ બંગાળ ભાજપનાં એક કાર્યકરના નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પરિવારના સભ્યોને મળી તેમને શાંતવના અપવાની સાથે સાથે તમામ મામલે ચર્ચા પણ કરશે. પણ માંજરો શું છે ? એવું તો શું થયું કે અમિત શાહ દ્વારા આવુ ફરમાન કરવામાં આવ્યું અને કેમ કોઇ કાર્યકરનાં ધરે પરિવારને મળવા જઇ રહ્યા છે.

વાત જાણે એમ છે કે, પશ્ચિમ બંગાળના ઉત્તર કોલકાતાના કાશીપુર વિસ્તારમાં શુક્રવારે સવારે ભારતીય જનતા પાર્ટી (BJP)નો એક યુવા કાર્યકર રહસ્યમય સંજોગોમાં એક બિલ્ડિંગની અંદર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પોલીસે જણાવ્યું કે મૃતકની ઓળખ અર્જુન ચૌરસિયા તરીકે થઈ છે. તેઓ ભાજપ યુવા મોરચાના હોદ્દેદાર હતા. પોલીસને લાશ નજીકથી કોઈ સુસાઈડ નોટ મળી ન હતી અને લાશને ફોરેન્સિક અને વધુ તપાસ માટે લઈ જતા ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મામલો એટલા અંશે ઉગ્રતા પર હતો કે, ખુદ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બસુને ઘટનાસ્થળે હાજર રહેવું પડ્યું હતું.

ભાજપ યુવા મોરચાના કાર્યકર અર્જુન ચૌરસિયાનો મૃતદેહ કોલકતાનાં ઘોષ બાગાન વિસ્તારમાં એક નિર્જન બિલ્ડીંગની અંદર ફાંસીથી લટકતો મળી આવ્યો હતો, પોલીસે જણાવ્યું હતું. ભાજપે આરોપ લગાવ્યો છે કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કાર્યકરની હત્યા કરી છે. જોકે તૃણમૂલ કોંગ્રેસે આરોપોને નકારી કાઢ્યા છે. ભાજપના આરોપોને નકારી કાઢતાં ટીએમસી સાંસદ શાંતનુ સેને કહ્યું, “અમારી સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. પોલીસને આ બાબતની તપાસ કરવા દો.” પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તમામ મામલાને ધ્યાને રાખી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મૃતક કાર્યકરનાં ઘરે જઇ તેના પરિવારની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે.

Back to top button