ઐતિહાસિક વારસા સાથે ચમકી રહેલી પાટણ વિધાનસભાની બેઠકો પર જાણો કોને મળશે “ગૌરવ”
ઐતિહાસિક વારસા સાથે ચમકી રહેલી પાટણ વિધાનસભા બેઠક પર સત્તાનો કબજો કરવા રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કયા સમાજના ઉમેદવારને ટિકીટ આપે છે તેના ઉપર મીટ મંડાઇ છે. ઐતિહાસિક વારસાથી સમૃદ્ધ પાટણની વિશ્વ ફલક ઉપર ચમકેલી રાણીની વાવ અને પાટણના પટોળાએ વિશ્વમાં પાટણની સાથે રાજ્ય અને દેશનું નામ પણ ગૌરવવંતુ બનાવ્યું છે. પાટણ શહેરના દેવડા ગાજર અને રેવડી પણ ગુજરાત સહિત ભારતમાં પ્રસિદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 100ની ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર અંકિત કરતા દેશવિદેશમાં પાટણની પ્રભુતા ઉજાગર થઈ છે.
રાધનપુર બેઠક:
રાધનપુર ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, ત્યાંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. જો બેઠકના ભૂતકાળ પર નજર કરીએ તો વર્ષ 1998થી 2017 સુધીની તમામ ચૂંટણીઓમાં રાધનપુરની જનતાએ પક્ષપલટુઓને ઉખાડી ફેંક્યા છે. જેમાં લવિંગજી ઠાકોર, ભાવસિંહ રાઠોડ અને અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના અગરજી હરચંદજી ઠાકોરને 69493 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ભાવસિંહજી દયાજી રાઠોડને 65659 મત મળ્યા હતા. જેમાં અગરજી હરચંદજી ઠાકોર 3834 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના અલ્પેશ ખોડાજી ઠાકોરને 85777 મત મળ્યા હતા. તથા ભાજપના સોલંકી લવિંગજી મૂળજી ઠાકોરને 70920 મત મળ્યા હતા. જેમાં અલ્પેશ ખોડાજી ઠાકોર 14857 મતથી જીત્યા હતા. જેમાં રાધનપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 156609 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 146113 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 302728 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
ચાણસ્મા બેઠક:
ગુજરાત વિધાનસભાના પાટણ જીલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકમાં હારીજ , ચાણસ્મા અને સમી તાલુકા કેટલાંક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રદ્દ થયેલી સમી અને હારીજ બેઠકના ગામો પણ સમાવવામાં આવ્યા છે. આ બેઠક પર સમી તાલુકાના 51, હારીજના 40 અને ચાણસ્માના 60 ગામો મળીને કુલ 151 ગામોનો સમાવેશ થાય છે.
વર્ષ 2012માં ભાજપના દિલીપકુમાર વિરજીભાઈ ઠાકોરને 83462 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઠાકોર દિનેશભાઈ આતાજીને 66638 મત મળ્યા હતા. જેમાં દિલીપકુમાર વિરજીભાઈ ઠાકોર 16824 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના દિલીપકુમાર વિરાજી ઠાકોરને 7377 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના દેસાઈ રઘુભાઈ મેરાજભાઈને 65537 મત મળ્યા હતા. જેમાં દિલીપકુમાર વિરાજી ઠાકોર 8234 મતથી જીત્યા હતા. જેમાં ચાણસ્મા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 150641 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 141687 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 1 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 292329 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
પાટણ બેઠક:
પાટણ વિધાનસભા બેઠક પર છેલ્લા કેટલાક સમયથી ભાજપે પોતાનો હાથ જમાવી રાખ્યો છે. પરંતુ પાટીદાર ફેકટરને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર ડો. કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ તેઓ જંગી બહુમતીથી જીત્યા છે. ડો. કિરીટ પટેલે ચૂંટાયા બાદ કોંગ્રેસે પણ પોતાની પકડ મજબૂત બનાવવા તનતોડ મહેનત શરૂ કરી દીધી છે.
વર્ષ 2012માં ભાજપના રણછોડભાઈ મહીજીભાઈ દેસાઈને 67224 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના જોધાજી ગલાબજી ઠાકોરને 61353 મત મળ્યા હતા. જેમાં રણછોડભાઈ મહીજીભાઈ દેસાઈ 5871 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના કિરીટકુમાર ચીમનલાલ પટેલને 103273 મત મળ્યા હતા. તથા ભાજપના દેસાઈ રણછોડભાઈ મહીજીભાઈને 77994 મત મળ્યા હતા. જેમાં કિરીટકુમાર ચીમનલાલ પટેલ 25279 મતથી જીત્યા હતા. જેમાં પાટણ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 157682 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 148791 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 20 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 306493 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.
સિદ્ધપુર બેઠક:
પાટણ જીલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક પરના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો જણાશે કે અત્યાર સુધીના ચુંટણી પરિણામોમાં મતદારોએ સતત કોઈ પણ એક પક્ષને જીતાડયો નથી. વિધાનસભાની આ ત્રણ ટર્મમાં બંને ઉમેદવારો સામસામે આવ્યા હતા. જેમાં બળવંતસિંહ રાજપૂતનો બે વખત અને ભાજપના જયનારાયણ વ્યાસનો એક વખત વિજય થયો હતો.
વર્ષ 2012માં કોંગ્રેસના બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂતને 87518 મત મળ્યા હતા. તથા ભાજપના જયનારાયણ વ્યાસને 61694 મત મળ્યા હતા. જેમાં બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત 25824 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઠાકોર ચંદનજી તલાજીને 88268 મત મળ્યા હતા. તથા ભાજપના જયનારાયણ વ્યાસને 71008 મત મળ્યા હતા. જેમાં ઠાકોર ચંદનજી તલાજી 17260 મતથી જીત્યા હતા. જેમાં સિદ્ધપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 139762 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 131341 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 0 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 271103 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.