ઓડિશા ટ્રેન અકસ્માતમાં જાણો કોને શું ટ્વિટ કર્યું
HD ન્યુઝ ડેસ્કઃ કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલ્વે સ્ટેશન નજીક ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં 900 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને 233થી વધુ લોકોના મોત થયા છે. બાલાસોર જિલ્લાના બહાના સ્ટેશન પર બે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતરી ગયા બાદ કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
અકસ્માત બાદ PM સહીત ઘણા બધા લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો શોક વ્યક્ત કર્યો છે. જાણો કોને શું ટ્વીટ કર્યુ
PM મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે , ” ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી વ્યથિત. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટનાના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય આપવામાં આવી રહી છે.”
રેલ્વે મંત્રીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, ” ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે મારી પ્રાર્થના અને સંવેદના . ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો એકત્ર કરવામાં આવી છે. NDRF, રાજ્ય સરકાર ટીમો અને એરફોર્સ પણ એકત્ર થયા છે.”
અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના ખૂબ જ આઘાતજનક છે. એનડીઆરએફની ટીમ પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે, અને અન્ય ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાવા માટે દોડી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.”
બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામા તેઓ ઓડીશા સરકાર સાથે મળીને કામ કરી રહી છે.
રાજનાથ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ” ઓડિશામાં દુ:ખદ ટ્રેન દુર્ઘટનામાં અમૂલ્ય જાન ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો અને પ્રાર્થના અસરગ્રસ્ત મુસાફરો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”