- બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
- રાધનપુરમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો
- ધાંગધ્રા દિયોદર અને થરાદમાં પણ બે -બે ઇંચ વરસાદ
ગુજરાતમાં મન મૂકીને મહેર કરતા મેઘરાજા રાજ્યના વિવિધ શહેરોમાં વરસાદ કરી રહ્યાં છે. જેમાં 104 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં વધુ અઢી ઇંચ વરસાદ પડતા સવારથી બપોર સુધીમાં 10.5 ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર વિસાવદર જળબંબાકાર થયુ છે. તેમજ બનાસકાંઠાના ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, રાધનપુરમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો છે.
ધાંગધ્રા દિયોદર અને થરાદમાં પણ બે -બે ઇંચ વરસાદ પડ્યો
ધાંગધ્રા દિયોદર અને થરાદમાં પણ બે -બે ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12.08 ઇંચ, મેંદરડામાં 7.76 ઇંચ, રાધનપુરમાં 7.6 ઇંચ, બેચરાજીમાં 6.88 ઇંચ, ભાભરામાં 6.84 ઇંચ, મહેસાણામાં 6.56 ઇંચ, વંથલીમાં 5.92 ઇંચ, ડીસામાં 4.44 ઇંચ, અમરેલીના બગસરામાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4.2 ઇંચ, કચ્છના રાજપરમાં 4.08 ઇંચ વરસાદ ખાબક્યો છે.
24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ મેંદરડા અને રાધનપુરમાં 7.7 ઈંચ વરસાદ સાથે બેચરાજી અને ભાભરમાં 6.88 ઈંચ અને મહેસાણામાં 6.5 ઈંચ, વંથલીમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે દિયોદર અને ડિસામાં 4.2 ઈંચ વરસાદ સાથે બગસરા, વિસનગર, જૂનાગઢ, રાપરમાં 4.2 ઈંચ અને વિજાપુર, થરાદ, વડગામ, ઈડરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ધ્રાંગધ્રા અને સતલાસણામાં 3.8 ઈંચ વરસાદ અને કોડીનાર, માળિયાહાટીના, ચાણસ્મા અને દાંતીવાડામાં 3.7 ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે ખેરાલુ, દાંતા, હળવદ અને સમીમાં 3.4 ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીમાં મહોલ છે. તેમજ પલસાણા, હારીજ, સોજિત્રા, તાલાલા, વડનગરમાં 3 ઈંચ વરસાદ સાથે પોશીના, ભેંસાણ, ચિખલી, જોટાણામાં 3 ઈંચ છે.