- પાકિસ્તાનની ટીમને હયાત રિજન્સી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો
- બાજરી, જુવાર, રાગીમાંથી બનેલી બ્રેડ, વિવિધ પરાઠા બ્રેકફાસ્ટમાં આપવામાં આવ્યા
- વધારે માત્રામાં નોનવેજની ડિમાન્ડ કરશે તેના બદલે વેજ ફૂડ પસંદ કર્યું
અમદાવાદમાં આવેલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમે બ્રેકફાસ્ટમાં નાસ્તાઓની મોજ માણી છે. જેમાં પાકિસ્તાની ક્રિકેટરોએ બ્રેકફાસ્ટમાં ફળ, સલાડ, જ્યૂસ, ફાફડા-જલેબી આરોગ્યા છે. તેમજ વધારે માત્રામાં નોનવેજની ડિમાન્ડ કરશે તેના બદલે વેજ ફૂડ પસંદ કર્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રીમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો જાણો મહિમા
કેપ્ટન બાબર આઝમે હોટેલ પાસે રિવરફ્રન્ટ દેખાય તેવા રૂમની માગણી કરી
કેપ્ટન બાબર આઝમે હોટેલ પાસે રિવરફ્રન્ટ દેખાય તેવા રૂમની માગણી કરી હતી. જેમાં પાકિસ્તાનની ટીમને હયાત રિજન્સી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ એક દસકા બાદ અમદાવાદમાં આવી ચુકી છે. પાકિસ્તાનની ટીમને હયાત રિજન્સી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના ક્રિકેટરો હોય હોટેલના સ્ટાફને પણ નોનવેજની ડિમાન્ડ આવશે તેમ લાગતું હતું. પરંતુ તેના બદલે પાકિસ્તાની ક્રિકટરોએ ફળ, ફાફડા, જલેબીની મોજ માણી હતી.
આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યને તાંત્રિક વિધિ કરાવવાની લાલચ આપી અને પછી…
ગુરુવારે તેમણે ખૂબ જ મોડા બ્રેકફસ્ટ કર્યો એટલે લંચ નહોતું લીધું
પાકિસ્તાનની ટીમે ગઈકાલે તેમના રૂમમાં જ ડિનર કર્યું હતું. ડિનરમાં તેમણે રાગીની રોટલી, બાજરીનો રોટલો, દાલ મખની અને ચિકન બિરીયાની ખાધા હતા. ગુરુવારે તેમણે ખૂબ જ મોડા બ્રેકફસ્ટ કર્યો એટલે લંચ નહોતું લીધું.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરબા આયોજકોએ સરકારને કરવી પડશે જાણ, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન આવી
બાજરી, જુવાર, રાગીમાંથી બનેલી બ્રેડ, વિવિધ પરાઠા બ્રેકફાસ્ટમાં આપવામાં આવ્યા
પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે રિવરફ્રન્ટ દેખાય તેવા રૂમની માગણી કરી હતી. હોટેલ દ્વારા આઝમને તે પ્રમાણે રૂમની ફાળવણી કરવામાં આવી હતી. 2023ના વર્ષને મિલેટ યર જાહેર કરવામાં આવ્યું હોવાના કારણે હોટેલ દ્વારા પાકિસ્તાની ટીમના મેનુમાં મિલેટમાંથી બનતી વાનગીઓ બાજરી, જુવાર, રાગીમાંથી બનેલી બ્રેડ, વિવિધ પરાઠા બ્રેકફાસ્ટમાં આપવામાં આવ્યા હતા.
મીટની વાનગીઓ હોવા છતાં તડબૂચ, અનાનસ, પપૈયું અને એવાકાડો જ ખાવાનું પસંદ કર્યું
પાકિસ્તાનની ટીમ બુધવાર સાંજથી જ હોટલમાં આવી ગઈ હતી. હોટેલના સ્ટાફને લાગતું હતું કે તેઓ વધારે માત્રામાં નોનવેજની જ ડિમાન્ડ કરશે. તેના બદલે ગુરુવારે સવારે 11 વાગ્યે તેઓએ બ્રેકફાસ્ટમાં મીટની વાનગીઓ હોવા છતાં તડબૂચ, અનાનસ, પપૈયું અને એવાકાડો જ ખાવાનું પસંદ કર્યું હતું. સાથે જ તેમણે સલાડ, ઓરેન્જ જ્યૂસ અને પરાઠા ખાધા હતા. કેટલાક ખેલાડીએ આમલેટ ખાધી હતી. કેટલાકે ફાફડા, જલેબી, ખમણ અને ઢોકળાં પણ ટેસ્ટ કર્યા હતા.