ગુજરાત

રથયાત્રામાં કેમ અપાય છે મગનો પ્રસાદ? આવી છે માન્યતા..

Text To Speech

આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાઈ રહી છે.ત્યારે શું તમે જાણો છો કે રથયાત્રામાં ભક્તોને મગનો પ્રસાદ કેમ આપવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું મગના પ્રસાદ પાછળનું અદ્દભૂત ધાર્મિક કારણ…

મગના પ્રસાદ પાછળનું ધાર્મિક કારણ

અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે તેમાં આ મગનો પ્રસાદ મુખ્ય હોય છે. માનવામાં આવે છે કે ભગવાન મોસાળથી પરત આવે છે ત્યારે તેમને આંખો આવી જતી હોય છે. અને તેમને આંખે પાટા બાંધવામા આવે છે. ભગવાનને મગનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને ઠંડક મળે છે. મગ હરીયાળીનો કલર છે તેથી તેને સુકનનો પ્રસાદ માનવામાં આવે છે. લોકો રથની સાથે ચાલતા હોય તે વખતે સ્ફુર્તિ અને શરીરમાં તાકત રહે તે માટે મગનો પ્રસાદ આપવામાં આવે છે.

મગના પ્રસાદનું મહત્વ

ત્રણેય ભાઈ-બહેન મોસાળમાં હતા આ સમયે તેઓએ મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા. જેના કારણે ભગવાન જગન્નાથને આંખો આવી જાય છે અને તેના કારણે તેમને પાટા બાંધીને ઘરે લાવવામાં આવે છે. આ સમયે ભગવાનને મગ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને થોડી ઠંડક મળી રહે. આ સાથે અન્ય વાત એવી પણ જોડાયેલી છે કે મગ શરીરને તાકાત આપનારું ધાન માનવામાં આવે છે. રથયાત્રા પગપાળા કરવાની રહે છે અને લાંબો રૂટ પણ હોય છે. આ સમયે પગપાળા ભક્તો થાકી જતા હોય છે.જેને લીધે મગનો પ્રસાદ આપવામાં આવે છે જેથી તેમનામાં તાકાત જળવાઈ રહે.

મગના પ્રસાદ શકિતવર્ધક માનવામાં આવે

રથ ખેંચનારા ખલાસીઓ અને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શકિતવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તો થાક ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે અને પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ સિવાય આ ખાસ દિવસે પ્રભુને પ્રિય એવો માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પણ ધરાવવામાં આવે છે.

Back to top button