ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં જાણો કેટલી વધી

Text To Speech
  • 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને
  • મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ
  • 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે. 30 સપ્ટેમ્બર 2024 મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર 36.83 લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા, તામિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે.

પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો

સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ, 2022-23માં 2.10 કરોડ હતી. કોવિડના વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓ વધી

ગુજરાતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓ જેમાં 2019-20માં 18,08,749, 2020-21માં 18,48,233, 2021-22માં 19,50,499, 2022-23માં 20,84,639 તેમજ 2023-24માં 22,50,098 સંખ્યા રહી છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા જેમાં મહારાષ્ટ્રમાં 36,83,457, ગુજરાતમાં 22,50,098 તથા ઉત્તર પ્રદેશમાં 20,43,794 તેમજ તામિલનાડુમાં 15,51,769 અને રાજસ્થાનમાં 13,52,202 રહી છે.

આ પણ વાંચો: ચોટીલા-રાજકોટ હાઇવે પર ભયંકર અકસ્માત, 4 મહિલાઓના મૃત્યુ 18 ઈજાગ્રસ્ત

Back to top button