ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

  • વરસાદ વરસવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડયો
  • નરોડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
  • કોતરપુરમાં 2.45, રામોલ-કઠવાડામાં 3-3 ઈંચ આવ્યો

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે. જેમાં શહેરમાં સોમવાર રાતથી મંગળવાર સવાર સુધી વરસાદે ધડબડાટી બોલાવી હતી. વરસાદે વિરામ લેતાં શહેરીજનોએ રાહતનો દમ લીધો છે. મોસમનો કુલ 35.30 ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં મણિનગરમાં 4, ઓઢવમાં 3.5, કોતરપુરમાં 2.45, રામોલ-કઠવાડામાં 3-3 ઈંચ આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા જાણો કયા ખાબકશે વરસાદ

નરોડામાં સૌથી વધુ (3.48 ઈંચ) એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો

નરોડામાં સૌથી વધુ (3.48 ઈંચ) એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.અમદાવાદમાં સોમવારે બારે મેઘ ખાંગા થયા હતા અને 24 કલાક દરમિયાન પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. સોમવારે રાત્રે 10 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધીમાં નરોડામાં સૌથી વધુ (3.48 ઈંચ) એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં મણિનગરમાં 4 ઈંચ, ઓઢવમાં સાડા ત્રણ ઈંચ, કોતરપુરમાં પોણા ત્રણ ઈંચ, રામોલ અને કઠવાડામાં ત્રણ- ત્રણ ઈંચ, ચાંદખેડામાં સવા બે ઈંચ, વરસાદ નોંધાયો હતો.

વરસાદ વરસવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડયો

સોમવારે રાતભર વરસાદ વરસવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડયો નહોતો. જોકે, મંગળવારે વિરામ લીધો હતો અને મંગળવારે સવારથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ 35.30 ઈંચ વરસાદ નોંધાયો છે.સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ ત્રણ ઈંચ, પૂર્વ ઝોનમાં સવા બે ઈંચ, પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ, દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં દોઢ ઈંચ, મધ્ય ઝોનમાં એક ઈંચ, અને દક્ષિણ ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સોમવારે રાતભર મૂશળધાર વરસાદ તૂટી પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે, શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા કાળીગામ અન્ડરપાસમાં ભરાયેલા પાણીનો મંગળવારે મોડે સુધી નિકાલ થયો નહોતો અને ગંદકી તથા કાદવ- કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું.

Back to top button