અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં સ્ટાફની જાણો કેટલી ખાલી જગ્યા


- અમદાવાદ જિલ્લામાં કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
- ડોક્ટોરથી માંડી વિવિધ સ્ટાફની કુલ મળીને 1487 જગ્યાઓ ખાલી
- આરોગ્ય કેન્દ્રોમાં ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની મંજૂર થયેલી તમામ 101 જગ્યા ખાલી
અમદાવાદ જિલ્લામાં શહેરી અને ગ્રામિણ હેલ્થ સેન્ટરોથી માંડી સબ ડિસ્ટ્રીકટ અને ડિસ્ટ્રિકટ હોસ્પિટલોમાં ડોક્ટોરથી માંડી વિવિધ સ્ટાફની કુલ મળીને 1487 જગ્યાઓ ખાલી છે.
આરોગ્ય કેન્દ્રોમાં ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની મંજૂર થયેલી તમામ 101 જગ્યા ખાલી
ઘણી જગ્યાઓ વર્ષોથી ખાલી છે. જ્યારે આરોગ્ય કેન્દ્રોમાં ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની મંજૂર થયેલી તમામ 101 જગ્યા ખાલી છે. તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝરની પણ તમામ 101 જગ્યાઓ ખાલી છે. ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રમાં પ્રશ્નોતરીમાં સરકારે અમદાવાદ શહેર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં સંવર્ગવાર મંજૂર મહેકમ સામે ભરાયેલી અને ખાલી જગ્યાઓની માહિતી રજૂ કરી હતી.
અમદાવાદ જિલ્લામાં કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને જેમાં તબીબી અધિકારીથી માંડી સ્ટાફ નર્સ સહિતના વિવિધ સ્ટાફની કુલ 8 પોસ્ટમાં 357 જગ્યા સામે 82 જગ્યા ખાલી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના કુલ 85 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જુદી જુદી 8 કેટેગરીની પોસ્ટમાં 2404 જગ્યામાંથી 716 જગ્યા ખાલી છે. જેમાં વર્ગ-2 તબીબી અધિકારીની 7 જગ્યા ખાલી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં મોતનો આંકડો જાણી દંગ રહેશો