ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં મુશળધાર વરસાદને પગલે શહેરનાં તળાવોમાં જાણો કેટલા લિટર પાણીની આવક થઈ

Text To Speech
  • તળાવોમાં પાણી ભરાવાને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે
  • તળાવોમાં 20થી 150 લાખ લિટર પાણીની આવક થઇ છે
  • તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી

અમદાવાદમાં મુશળધાર વરસાદને પગલે શહેરનાં તળાવોમાં નવા નીરની આવક થઈ છે. જેમાં કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર સહિત 89 તળાવો વરસાદી પાણીથી છલકાયા છે. 20થી 150 લાખ લિટર પાણીની આવક થતા ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. તેમજ મુશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ: સમસ્યાને બદલે બગીચાની ચર્ચા થતાં વિપક્ષનો હોબાળો થતા મ્યુનિ.બોર્ડ સમેટાયું

તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી

તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલાં વરસાદથી વિવિધ વિસ્તારોનાં તળાવોમાં પાણીની આવક શરૂ થઇ હતી. જોકે, છેલ્લાં ત્રણ દિવસ વરસેલા મુશળધાર વરસાદને પગલે શહેરનાં 89 તળાવોમાં લાખો લિટર પાણીની આવક થઈ છે અને કાંકરિયા, થલતેજ, નરોડા, ઈસનપુર, સહિતના શહેરના તળાવો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. આમ, શહેરના તળાવોમાં પાણીની નોંધપાત્ર આવક થવાને લીધે તળાવોની રમણીયતા વધી ગઈ છે અને તળાવોમાં પાણી ભરાવાને પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. જો વરસાદ બંધ ના થયો હોત તો અમુક તળાવ ઓવરફ્લો થઇ ગયાં હોત અને આસપાસનાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વકરે તેવી શક્યતા નકારી શકાય નહીં.

તળાવોમાં 20થી 150 લાખ લિટર પાણીની આવક થઇ છે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરનાં થલતેજ, ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા, રાણીપ, વાસણા, સાબરમતી, ચાંદખેડા, સરખેજ, જોધપુર, વેજલપુર, લાંભા, કાંકરીયા, ખોખરા, ચંડોળા, વટવા, ઇસનપુર, નરોડા, સૈજપુર, બાપુનગર, અસારવા, રામોલ-હાથીજણ, વસ્ત્રાલ, નિકોલ અને ઓઢવ સહિતનાં વિસ્તારોમાં આવેલાં તળાવોમાં 20થી 150 લાખ લિટર પાણીની આવક થઇ છે. શહેરમાં અત્યાર સુધીમાં 32.10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ ચોમાસું બાકી છે અને આગામી દિવસોમાં પણ વરસાદ વરસે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં શહેરના તળાવોમાં વધુ પાણીની આવક થશે.

Back to top button