ગુજરાતમાંથી જાણો કેટલા શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જશે
- આગામી 26મી ફેબ્રુઆરી સુધી ટ્રેનમાં 100 કરતાં વધુનું વેઈટિંગ
- અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર
- સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી ‘રિગ્રેટ’ની જાહેરાત
ગુજરાતથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થવા પ્રયાગરાજ જશે જેમાં 20થી વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાઇ રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ આજથી શરૂ છે.
અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર
13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર થઈ ગયું છે.
આગામી 26મી ફેબ્રુઆરી સુધી 100 કરતાં વધુનું વેઈટિંગ
દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં ભાગ લેવાનો લહાવો લેવા માટે ગુજરાતથી અનેક લોકો ખાનગી બસ, કાર દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ પણ સતત વધી રહ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે તેમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી 100 કરતાં વધુનું વેઈટિંગ છે.
સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી ‘રિગ્રેટ’ની જાહેરાત
અમદાવાદ-બરાઉની એક્સપ્રેસમાં સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી ‘રિગ્રેટ’ની જાહેરાત કરી દેવાઈ છે. ગુજરાતમાંથી મોટાભાગના સંતો પણ પ્રયાગરાજ પહોંચી ગયા છે. પ્રયાગરાજ ખાતે તેમના દ્વારા ભંડારાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું કે, ‘મહાકુંભ દરમિયાન ગુજરાતમાંથી ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ પડે નહીં માટે ભંડારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.