ગુજરાતમધ્ય ગુજરાત

“મારી દીકરીઓ શોધી આપો” જોડિયા દિકરીઓ 50 દિવસથી ગુમ થતા પિતાએ CMને કરી રજૂઆત

Text To Speech
  • વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા પરિવારની બે જાડિયા દિકરીઓ ગુમ
  • છેલ્લા 50 દિવસથી ગુમ છતા કોઈ ભાળ નહીં
  • પિતાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક ધારાસભ્યને લખ્યો પત્ર

વડોદરાના હરણી વિસ્તારની ગુટનાથ રેસીડેન્સીમાં રહેતા પરિવારની બે દિકરીઓ છેલ્લા 50 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી જવા પામી છે. સારિકા અને શીતલ નામની બન્ને બહેનો એકસાથે 17-2-2023 થી યુનિવર્સિટીથી ગૂમ થઈ છે. જેના કારણે પરિવારજનો ચિંતાતુર બન્યોછે.પિતાએ આજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્યને પત્ર લખી દિકરીઓને શોધી આપવા વિનંતી કરી છે.

વડોદરાની બે દિકરીઓ 50 દિવસથી ગુમ

વડોદરા હરણી વિસ્તારમાં રહેતા ચીમન વણકરની બે જોડિયા 23 વર્ષીય દીકરીઓ સારિકા અને શીતલ છેલ્લા 50 દિવસથી ગુમ છે. પરિવાર જનોએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.જાણકારી મુજબ ચીમનભાઇ વણકરની દીકરીઓ સારિકા અને શીતલ 17 ફેબ્રુઆરી 23ના રોજ કોલેજ જવાનું કહીને ઘરેથી નિકળી હતી. જે બાદ મોડા સુધી ઘરે આવી ન હતી જેથી પરિવારે તેમનો ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો ફોન પણ બંધ આવતો હતો. જેથી પરિવારે આ અંગે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પરંતુ આ દિકરીઓ અંગે કોઈ માહીતી મળી ન હતી જેથી પિતાએ આઅંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેથી પોલીસ કમિશનરે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. અને આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પણ છેલ્લા પંદર દિવસથી તપાસ કરી રહી છે. છતા પણ ક્રાઇમ બ્રાન્ચને હજુ સુધી દિકરીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.

વડોદરા જેડિયા દિકરીઓ-humdekhengenews

પિતાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ધારાસભ્યને કરી રજૂઆત

છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ આ અંગે તપાસ પણ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા પણ મંગાવ્યા છે. પરંતુ હજુ સુધી આ દિકરીઓની કોઈ ભાળ મળી નથી. જેથી પરિવાર ચિંતામાં મુકાયો છે. અને તેના પિતાએ આ અંગે આજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક મહિલા ધારાસભ્ય મનિષા વકીલને પત્ર લખી રજૂઆત કરી છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીને તાલિબાની સજા ! સફાઈ કરવાની ના પાડતા માર મારી આપ્યો ‘કરંટ’

Back to top button