ઉત્તર ગુજરાતગુજરાત

ધાણધા : વાસણા ગામના સરપંચ રૂપિયા 50 હજારની લાંચ લેતા સપડાયા

Text To Speech
  • ભુગર્ભ ગટર અને પેવર બ્લોકની કામગીરીના બિલની રકમ પેટે લાંચ માંગી હતી

પાલનપુર : પાલનપુર તાલુકાના વાસણા ગામમાં ભૂગર્ભ ગટર લાઈન અને પેવર બ્લોકના કામના બિલમાંથી રૂપિયા 50,000 ની લાંચ માગનારા સરપંચ ACBના સકંજામાં સપડાયા છે. જેમની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની હકીકત એવી છે કે, પાલનપુર તાલુકાના વાસણા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હીબજુ રહેમાન મહમદહનીફ ઢુક્કા છે. ત્યારે ગામમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ જે કોન્ટ્રાક્ટરે પૂરું કર્યું હતું. જેના પૈસા ગ્રામ પંચાયત પાસેથી તેમને લેવાના નીકળતા હતા. આ રકમ ચૂકવવા પેટે સરપંચ હીબજુરહેમાને કોન્ટ્રાક્ટર પાસે કામના 10 ટકા પેટે રૂ. 50 હજારની લાંચની માંગણી કરી હતી.

જોકે આ લાંચ ની રકમ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ન હોવાથી તેમણે ACB પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. એસ. ચૌધરીએ ધણિયાણા ચોકડી પાસે આવેલી ચા ની કીટલી ઉપર લાંચ ના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સરપંચ હીબજુરહેમાન ઢુકકા રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેથી ACB  પોલીસે લાંચની રકમ સરપંચ પાસેથી રિકવર કરીને તેની વિરુદ્ધ લાંચ-રૂશ્વત કાયદાની કલમ અનુસાર કાર્યવાહી કરીને સરપંચની ધરપકડ કરી હતી. આમ ગામમાં વિકાસના કામમાં પણ લાંચ માગનારા સરપંચ જેલ ભેગા થયા હતા.

આ પણ વાચો : દશેરાએ ફાફડા-જલેબીનો સ્વાદ ફિક્કો, ભાવમાં 20થી 30 ટકાનો વધારો

Back to top button