ટોપ ન્યૂઝનેશનલ

નાણામંત્રી નિર્મલા સીતારમણને દિલ્હી AIIMSમાં આ કારણોથી એડમિટ કરાયા

Text To Speech

દેશની રાજધાનીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સોમવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં એડમિટ કરવામાં આવ્યા છે. સોમવારે બપોરે 12 વાગ્યના આસપાસ હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે.

આ અંગે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, નિર્મલા સીતારમણને રૂટીન ચેકઅપ માટે એઈમ્પ પહોંચ્યા છે. રૂટીન ચેકઅપ બાદ તેઓ ઘરે જઈ શકે છે. નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 63 વર્ષના છે. સમાચાર એજન્સીએ તેમના એડમિટ થયાની ખબર બાદ ઓફિશિયલ સૂત્રો દ્વારા તેઓ રૂટીન હેલ્થ ચેકઅપ માટે ગયા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

જો કે, તેને શું થયુ છે તે અંગેની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી. ખાસ વાત એ છે કે, ફેબ્રુઆરી 2023માં રજૂ થનારા સામાન્ય બજેટને લઈને, નાણાપ્રધાન નિર્મલા સીતારમણની ઉદ્યોગ જગત સાથે સતત બેઠકોનો દોર ચલાવી રહ્યા હતા. આ તરફ રવિવારે 25 ડિસેમ્બરે સીતારામણે દિલ્હીમાં ‘સદૈવ અટલ’ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તાજેતરમાં, તમિલનાડુની એક યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહ દરમિયાન હાજરી આપી હતી.

આ પણ વાંચો : હિન્દી ભાષા પર કમલ હસનનું વિવાદાસ્પદ નિવેદન, ભાષાને લઈને કહી આ મોટી વાત

Back to top button