આજે ગુજરાત રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતની જનતાની નજર આજે આ બજેટ પર રહશે કારણ કે મોંઘવારીના માર વચ્ચે સરકાર સામાન્ય નાગરિક માટે કેટલો ફાયદો કરાવે છે તેના પર સૌ કોઇની નજર છે. વિધાનસભા ચુંટણીમાં ઐતિહાસિક વિજય બાદ ભાજપ સરકારનું આ પહેલું અને કનુભાઈ બીજું બજેટ રજૂ કરશે. 15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ ગૃહમાં રજૂ થવાનું છે ત્યારે રાજ્યના ખેડૂતો, મહિલાઓ, યુવાનો તથા મધ્યમ વર્ગ માટે સરકાર શું નવું લાવે છે તેના પર સૌ કોઇની નજર છે. ગુજરાતના ઇતિહાસનું આ ઐતિહાસિક બજેટ હશે તેવું માનવામાં આવી રહ્યું છે ત્યારે સરકાર સામાન્ય નાગરિકો માટે કેટલી ખરી ઉતરશે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. આ બજેટમાં પ્રવાસન માટે તથા ટુરિઝમ ક્ષેત્રે વિશેષ બજેટ ફાળવવામાં આવે તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના ઐતિહાસિક બજેટની તૈયારીઓ શરૂ
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગુજરાત રાજ્યનું બજેટ 2.27 લાખ કરોડ નું હતું ત્યારે આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હશે તેવું માનવામાં આવી રહ્યું. જંગી બહુમતીથી વિજય મળ્યા બાદ લોકોની અપેક્ષા આ બજેટ પર ઘણી છે ત્યારે સામાન્ય નાગરિકને સરકાર કેટલી રાહત આપશે તેના પર સૌ કોઇની નજર છે.