આખરે નવ દિવસ જ કેમ ઉજવવામાં આવે છે નવરાત્રિ, જાણો તેની પાછળનું કારણ
- નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મંદિરોથી લઈને પૂજા પંડાલ અને ઘરની બહાર દરેક જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે.
Navratri 2023: દર વર્ષે ચાર વખત આવતી નવરાત્રિ દરેક માટે ખાસ હોય છે. તેમાંથી બે ગુપ્ત નવરાત્રિ છે. સનાતન ધર્મમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મા દુર્ગાની પૂજાને સમર્પિત છે. નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મંદિરોથી લઈને પૂજા પંડાલ અને ઘરની બહાર દરેક જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. કેટલાક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. એટલું જ નહીં નવરાત્રિ દરમિયાન કળશની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરવાથી તે ભક્તોને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત પરિવારના ધન, સમૃદ્ધિ અને સુખમાં વધારો થાય છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રિનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે નવરાત્રિ માત્ર નવ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? આ પાછળનું કારણ શું છે? ચાલો જાણીએ.
નવરાત્રિ નવ દિવસ કેમ ઉજવાય છે?
કથા અનુસાર, એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું. આ પછી નવમીની રાત્રે તે રાક્ષસનો વધ થયો. ત્યારથી, માતા દુર્ગાની શક્તિને સમર્પિત નવરાત્રિનું વ્રત પાલન કરતી વખતે, તેમના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ કારણે નવરાત્રિ નવ દિવસ સુધી મનાવાય છે.
નવરાત્રિની 9 શક્તિઓ
નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના તમામ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એટલે જ માતાજીને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે – શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી.
આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર નવરાત્રી મહોત્સવનું કરશે ઉદ્દઘાટન