ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરીના સુપ્રીમ કોર્ટ દ્વારા આજે જામીન અરજી મંજૂર કરાયા છે. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે લાંબા સમયથી જેલમાં બંધ હતા.
મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી વિપુલભાઈ ચૌધરીના સુપ્રીમ કોર્ટ દ્વારા આજે જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કોઈ પણ શરત વગર વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી દીધી છે. જેથી લાંબા સમય બાદ વિપુલ ચૌધરીને જેલમાંથી છુટકારો મળશે.
750 કરોડના કૌભાંડમાં જેલમાં હતા બંધ
દૂધસાગર ડેરી(મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ)ના રૂ.750 કરોડના ચકચારભર્યા કૌભાંડમાં ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતું વિપુલ ચૌધરીએ તેમની પર ખોટો આરોપ લગાવાનો બચાવ કર્યો હતો.
વિપુલ ચૌધરી વિરૂધ્ધ શું છે આરોપ ?
દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના 2005થી 2016 સુધીના કાર્યકાળ દરમ્યાન વિપુલ ચૌધરીએ પોતાની સત્તાનો દૂરપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વિના દૂધ ઠંડુ રાખવાના મશીન, કોન્ટ્રાકટરો પાસેથી બીડ મંગાવ્યા વિના કોન્ટ્રાકટ આપવા, બારોબાર વર્ક ઓર્ડર આપવા સહિતના મામલે કરોડોની ગેરરીતિ અને નાણાંકીય ઉચાપત આચર્યા હોવાના આરોપસર એસીબી દ્વારા ગત તા.15 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સંસદમાં મહિલા અનામત બિલ લાવવાની માગ, જાણો વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે