ગુજરાતટોપ ન્યૂઝ

છેવટે પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ

Text To Speech

ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ હવે વિજિલન્સને સોંપવામાં આવી છે. તપાસ મળતાની સાથે જ વિજિલન્સન ટીમે ટેન્ડરની પ્રક્રિયાના તમામ દસ્તાવેજ કબજે કાર્યા હતા. દસ્તાવેજ કબજે કાર્યા બાદ હવે નવા કાગળના ઓર્ડર પર પણ હાલ રોક લગાવી દેવામાં આવી છે. જ્યાં સુધી વિજિલન્સનો રિપોર્ટ ન આવે ત્યા સુધી ટેન્ડર અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવશે નહિ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર તપાસ દરમિયાન જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે મુખ્યમંત્રી સુધી થયેલ ફરિયાદમાં સરકારી તિજોરીને રૂપિયા 60 કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં AAPની મોટી જીત, LG નહીં, કેજરીવાલ સરકાર છે દિલ્હીના અસલી બોસ
કાગળ - Humdekhengenewsઆ પણ વાંચો : અમદાવાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના, બે કાર વચ્ચે એક્ટિવા અડફેટમાં આવી, 5 ઇજાગ્રસ્ત

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કાગળોની ખરીદી માટે અગાઉ  ટેન્ડર મંગાવ્યા હતા અને બાદમાં કાગળ ખરીદવાના ઓર્ડર આપવામાં આવ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રીને એક ફરિયાદ કરવામાં આવી હતી કે ટેન્ડરમાં એક મિલ દ્વારા પ્રતિ કિલો કાગળનો ભાવ રૂ. 90 ભર્યો હતો આમ છતાં ટેન્ડર પ્રતિ કિલો રૂ. 108.80 ભાવથી મંજૂર કરીને ખરીદી કરવામાં આવી રહી હતી. ટેન્ડર ફાળવણીની આ સમગ્ર મામલામાં સરકારને 60 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. ટેન્ડર બાદ પાઠ્યપુસ્તક મંડળે 32 હજાર મેટ્રિક ટનનો ઓર્ડર આપ્યો હતો તે ઘટાડીને 12 હજાર મેટ્રિક ટનનો કરાયો હતો. વિજિલન્સને તપાસ સોંપાયા બાદ ઓર્ડર 12 હજાર મેટ્રિક ટનના બદલે 5 હજાર મેટ્રિક ટન કરી દેવાયો છે. પુસ્તકોના છાપકામમાં અસર ન થાય માટે હાલ ટેન્ડર રદ્દ કરાયું નથી.

Back to top button