મનોરંજન

આખરે પ્રિયંકાની દીકરીનો ફર્સ્ટ ફોટો થયો વાયરલ, તમે પણ જોઇ લો

પ્રિયંકા ચોપરાએ તેની પુત્રી માલતી મેરી ચોપરાનો ચહેરો રીવેલ કર્યો છે. બેબી માલતીનો ક્યૂટ ચહેરો જોઈને ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : Pathaan’ કંટ્રોવર્સી પર શાહરૂખ ખાનની પહેલી પ્રતિક્રિયા

પ્રિયંકા ચોપરાએ તેની દીકરી માલતી મેરી ચોપરા જોનસનો ચહેરો તેના ચાહકોને બતાવ્યો. પ્રિયકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ઇવેન્ટના ફોટો અને વિડીયો શેર કર્યા છે. જેમાં પ્રિયંકાએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા ફર્ન્ટ સીટમાં માલતીને ખોળામાં લઈને બેઠી જોવા મળે છે. ક્રીમ આઉટફિટ અને મેચિંગ હેરબેન્ડમાં માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર બેબી માલતી મેરી ચોપરાની પહેલી ઝલક બતાવી છે.

30 જાન્યુઆરીએ પ્રિયંકા ચોપરા તેના પતિ અને હોલીવુડ સુપરસ્ટાર નિક જોનસ અને તેના ભાઈઓની હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ઈવેન્ટમાં જોવા મળી હતી.આ દરમિયાન ચાહકોને પ્રિયંકા ચોપરાની દિકરી માલતી મેરી ચોપરાનો ચહેરો પહેલીવાર જોવા મળ્યો હતો. વાસ્તવમાં પ્રિયંકા ચોપરાએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોમાં પ્રિયંકા સ્ટેજ પર હાજર નિક જોનાસની સામે બેબી માલતીને પોતાના ખોળામાં લઈને બેઠેલી જોવા મળે છે. જેના કારણે પ્રિયંકાની દીકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પ્રિયંકા ચોપરાના આ વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, પ્રિયંકા ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, બેબી માલતીનો ચહેરો જોયા બાદ ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

પ્રિયંકા ચોપરા - Humdekhengenews

પ્રિયંકા અને નિક જોનસે સરોગેસી દ્વારા માલતીને જન્મ આપ્યો હતો. તે તાજેતરમાં જ એક વર્ષની થઈ છે.પ્રિયંકા અને નિક જોનસ તેમની લાડલી દિકરી માલતી સાથે તેમના લોસ એન્જલસના આલીશાન ઘરમાં રહે છે. ઉલ્લેખનીય છે તે અત્યાર સુધીમાં પ્રિયંકાએ માલતીના ઘણા ફોટોઝ શેર કર્યા હતા પરંતુ, હંમેશાં તેના ચહેરા પર હાર્ટ ઇમોજી રાખવામાં આવતું હતું.

માલતી પ્રી-મેચ્યોર બેબી છે

પ્રિયંકા અને નિક જોનસે 22 જાન્યુઆરી, 2022ના રોજ સોશિયલ મીડિયા પર તેમની ઘરે દીકરીના જન્મવાની જાહેરાત કરી હતી. આ કપલે પોસ્ટ શેર કરતી કહ્યુ હતું કે, તેઓ સરોગસી દ્વારા માતા-પિતા બન્યાં છે. જો કે માલતીનો જન્મ ડૉક્ટરે આપેલી તારીખનાં 12 અઠવાડિયાં પહેલાં થયો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરીને કારણે માલતી થોડી નબળી હતી. આ માટે નિક અને પ્રિયંકાએ નક્કી કર્યું હતું કે, ‘જ્યાં સુધી બાળક સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તે હોસ્પિટલમાં જ રહેશે.’

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતા લખ્યું છે કે, ‘મને તારા પર ગર્વ છે, માય લવ! @jonasbrothers અભિનંદન.’ આ ફોટોમાં ત્રણેય જોનસ બ્રધર્સ સ્ટેજ પર તેમના ‘વોક ઓફ ફેમ’ સર્ટિફિકેટ સાથે ઊભા છે જ્યારે પ્રિયંકા અને માલતી તેમને પ્રેક્ષકોમાંથી જોતા જોવા મળી રહ્યા છે.

Back to top button