અમદાવાદમાં 19 જુલાઈ બુધવારની રાત્રે ઈસ્કોન પાસે આવેલા બ્રિજ પર ઈતિહાસમાં સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો હતો. એક અમીર બાપની ઓલાદે બેફામ સ્પીડમાં ગાડી હંકારી અને 9 લોકોનો ભોગ લીધો હતો. આ ગાડી તથ્ય પટેલ ચલાવતો હોવાનુ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી . અને પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળ્વાય હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન તથ્ય પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.
તપાસ દરમિયાન આરોપીએ કર્યા મોટા ખુલાસા
મળતી માહિતી મુજબ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે મૌન તોડ્યું છે અને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તે સ્પીડમાં કાર હંકારી રહ્યો હતો, એટલું જ નહીં અકસ્માત પહેલા તે બ્રેક મારવાનું પણ ભૂલી ગયો હોવાની કબૂલાત કરી છે.
પોલીસે કુલ 30 લોકોના નિવેદન લીધા
ત્રણ દિવસના પોલીસ રિમાન્ડમાં પોલીસને જાણવા મળ્યું છે. કે તથ્યના પિતા પાસે કુલ 5 વૈભવી કાર છે. આ કેસને લધુ મજબૂત કરવા માટે પોલીસે કુલ 30 લોકોના નિવેદન લીધા છે. આ સાથે જ મિકેનિકલની ટીમે જેગુઆર કારની તપાસ કરી છે. તેમજ આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ ચાલુ છે.
સિંધુભવન રોડ પર બેફામ થાર હંકારીને એક રેરસ્ટોરાંમાં ઘૂસાડી
તથ્ય પટેલે 3 જુલાઈએ સિંધુભવન રોડ પર થારથી અકસ્માત સર્જાયો હોવાની કબૂલાત કરી છે.તેણે સિંધુભવન રોડ પર બેફામ થાર હંકારીને એક રેરસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી.જેના CCTV પણ મળી આવ્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપી તથ્ય પટેલે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, હા હું જ તે રાતે સિંધુભવન રોડ પર હું જ થાર ચાલવતો હતો.
આ પણ વાંચો : અમદાવાદ : વધુ એક નબીરાનું કારસ્તાન, નશાની હાલતમાં સર્જો અકસ્માત