ગુજરાતટોપ ન્યૂઝ

IAS કે.રાજેશ પર રાજ્ય સરકારના GAD એ લીધો મહત્વનો નિર્ણય

Text To Speech

રાજ્યના સૌથી ચર્ચાસ્પદ IAS અધિકારી કે. રાજેશ પર આખરે GAD દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 48 કલાક CBIની કસ્ટડીમાં રહેતા IAS ઓફિસર કે. રાજેશ સસ્પેન્ડ થયા છે. IAS ઓફિસર કે. રાજેશ પર કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. ભ્રષ્ટાચારના આરોપમાં કે. રાજેશની સીબીઆઈએ ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમણે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

CBI દ્વરા ધરપકડ કરવામાં આવેલા સસ્પેન્ડેડ IAS ઓફિસર 48 કલાક કરતાં વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે. જેથી GADએ પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. કે.રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો આક્ષેપ છે. કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે આપેલા હથિયાર લાયસન્સ પણ રદ થવાના સંકેત જોવા મળી રહ્યા છે.

કે.રાજેશ સરકારી જમીન ખાનગી ઠેરવી વેચાણ કરવાના કેસમાં CBIના રડારમાં છે. ઉલ્લેખનીય છે કે કે. રાજેશ છેલ્લા 10 વર્ષમાં એવા પાંચમા અધિકારી છે કે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કે રાજેશે 271 જેટલા શસ્ત્ર લાયસન્સ ઈસ્યૂ કર્યા હતા, જેમાંથી 39 SP દ્વારા નકારાત્મક ભલામણો છતાં ઈસ્યૂ કરવામાં આવ્યા હતા, જે લાંચ ચૂકવવામાં આવી હોવાના ફરિયાદીઓના આક્ષેપો થયા છે.

K Rajesh

કોણ છે IAS રાજેશ કાંકીપતિ?

સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારીઓ છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે. કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.

Back to top button