મનોરંજન

આખરે કોના માટે આદિત્ય ચોપરા કહ્યું, અમે તેને સ્ટાર ન બનાવી શક્યા !

બોલિવૂડ ફિલ્મ જગતમાં નેપોટિઝમની અવાર-નવાર વાત થતી રહી છે. કંગના રનૌતનું નામ પણ આ વિશે ચર્ચામાં રહેલું છે. યશરાજ ચોપરા એ ફિલ્મ જગતમાં બહુ મોટું નામ છે પરંતુ દુર્ભાગ્યવશ તેનો પુત્ર ઉદય ચોપરાને ખાસ સફળ રહ્યો નહી. હિન્દી ફિલ્મ ‘મોહબ્બતેં’થી ડેબ્યું કરનાર અને ‘ધૂમ’ હિન્દી ફિલ્મથી ધૂમ મચાવનાર ઉદય ચોપરા ફિલ્મ જગતમાં ખાસ સફળતા ન મેળવી  શક્યો. બોલિવૂડ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાએ તાજેતરની ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ‘માં તેના ભાઈ ઉદય ચોપરા વિશે વાત કરી હતી. ફિલ્મોમાં નેપોટિઝમ વિશે વાત કરતાં તેણે કહ્યું કે આટલા મોટા દિગ્દર્શકનો પુત્ર હોવા છતાં ઉદય ચોપરા એટલો સફળ ન બની શક્યો.

આ પણ વાંચો : 2023માં રિલીઝ થશે આ બોલીવૂડ ફિલ્મો,જુઓ લિસ્ટ

બોલીવુડમાં ઘણીવાર નેપોટિઝમનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અભિનેત્રી કંગના રનૌત ઘણી વખત આ વિશે વાત કરી ચૂકી છે. હવે પહેલીવાર ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાએ આ અંગે વાત કરી છે. આદિત્ય ચોપરાએ તાજેતરની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી ‘ધ રોમેન્ટિક્સ’માં આ મુદ્દા વિશે વાત કરી હતી. આદિત્યએ તેના ભાઈ ઉદય ચોપરાને ફિલ્મોમાં સફળતા ન મળવાની વાત કરી હતી. તેમણે દર્દ સાથે કહ્યું કે ઉદય જે એક અભિનેતા છે, એક તેજસ્વી ફિલ્મ નિર્દેશકનો પુત્ર, એક ફિલ્મ નિર્માતાનો ભાઈ હોવા છતાં, ફિલ્મ જગતમાં સ્ટાર બની શક્યો નહી.

આ પણ વાંચો : જાહ્નવી કપૂરે સાડીમાં બતાવ્યું Hot ફીગર, જુઓ ગ્લેમરસ ફોટા

ઉદય ચોપરાએ ફિલ્મ ‘મોહબ્બતેં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘મેરી યાર કી શાદી હૈ’ અને ‘ધૂમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. જોકે, ઉદય ફિલ્મોમાં એટલો સફળ ન થઈ શક્યો. નેપોટિઝમ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, ‘ફિલ્મ જગતમાં લોકો જે અવગણના કરે છે તેમાંથી એક એ છે કે દરેક વ્યક્તિ જે સારા બેકગ્રાઉન્ડમાંથી આવે છે તે સફળ જ હોય તેવું જરૂરી નથી. હું મારા પરિવારમાંથી ઉદાહરણ આપું તો મારો ભાઈ એક અભિનેતા છે, પણ બહુ સફળ રહ્યો નથી. તે સૌથી મોટા ફિલ્મ નિર્માતા યશરાજ ચોપરાનો પુત્ર છે તેમજ બહુ મોટા ફિલ્મ પ્રોડ્યુસરનો ભાઈ છે. કલ્પના કરો YRF જેવી ફિલ્મી કંપની કે જેણે ઘણા નવા ચહેરાઓને પ્લેટફોર્મ આપ્યું છે અને સફળ પણ  થયા છે પરંતુ અમે ઉદયને સ્ટાર બનાવી શક્યા નથી.

આ પણ વાંચો : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નમાં આ ગીતો મચાવશે ધૂમ

આદિત્યએ આગળ કહ્યું- ‘ઉદય અમારો હોવા છતાં અમે એને કેમ સફળ ન કરી શક્યા? ફક્ત દર્શકો જ નક્કી કરે છે કે મને આ વ્યક્તિ ગમે છે, હું આ વ્યક્તિને જોવા માંગુ છું અને બીજા કોઈને નહીં.’ આદિત્યએ એમ પણ કહ્યું કે હા એ ચોક્કસ છે કે જો તમે ફિલ્મી પરિવારમાં જન્મ્યા છો, તો તમારું ઓડિશન અથવા બ્રેક લેવો સરળ બની શકે છે, પરંતુ તે ત્યાં અટકી જાય છે.

Back to top button