મનોરંજન

આખરે 70 દિવસ બાદ શીજાન જેલમાંથી આવ્યો બહાર, ભાઈને જોઇને બંને બહેનોના ચહેરા પર ખુશી

તુનિષા શર્મા આત્મહત્યા કેસનાં આરોપી ‘અલી બાબા‘ ફેમ એક્ટર શીઝાન ખાનને આખરે જામીન મળી ગયા છે. તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં 70 દિવસ જેલમાં રહ્યા બાદ જમીન મળ્યાં છે. આજે તેને થાણે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેની બહેનો તેને લેવા આવી હતી. બંને બહેનોના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી. શીજાનના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા છે તેમજ અમુક શરતોને આધીન જમીન આપવામાં આવ્યા છે.

21 વર્ષની ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ તેના શો ‘અલી બાબા શો’ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનો આરોપ તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર હતો. અભિનેત્રીની માતાએ શીજાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ 25 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે આખરે તેને 70 દિવસ જેલમાં રહ્યા બાદ જામીન મળી ગયા છે.

શીજાન આજે જેલમાંથી બહાર નીકળ્યો

તુનિષા શર્મા આત્મહત્યા કેસના મુખ્ય આરોપી શીજાન ખાનને આજે એટલે કે 5 માર્ચ, 2023ના રોજ થાણે સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તેની બંને બહેનો ફલક નાઝ અને શફાક નાઝ તેને લેવા માટે આવી હતી. ભાઈને જેલમાંથી ઘરે લઈ જતી વખતે બંને બહેનોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. શીજાન છેલ્લા 70 દિવસથી જેલમાં હતો. આગલા દિવસે જ તેની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો  “શીઝાને તુનિષા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી નહોતી”

આવી રીતે શીજાનને જામીન મળ્યાં

તમામ જામીન અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ, 28 વર્ષીય શીજનની જામીન અરજી આખરે 4 માર્ચ, 2023ના રોજ વસઈ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવી હતી. જોકે, તેને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. તેની જામીન અરજી સ્વીકારવા માટે ઘણી શરતો પણ મૂકવામાં આવી હતી. શીજાને પોતાનો પાસપોર્ટ પણ જમા કરવો પડ્યો હતો જેથી તે દેશ છોડી ભાગી ન શકે. આ સિવાય પુરાવા સાથે ચેડા ન કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : HBD તુનિષા શર્મા : શીઝાન ખાન સિવાય કોના નીકટ હતી અભિનેત્રી, કોણ છે આ મિસ્ટ્રી મેન ?

શીજાન સામે આવા આરોપો છે

‘અલી બાબા’માં શીજાન ખાન અને તુનિષા શર્મા બંને લીડ સ્ટાર હતા. બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે, શીજાને આપઘાતના 15 દિવસ પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. અભિનેત્રીની માતાએ દાવો કર્યો હતો કે શીજાને તુનિષા સાથે છેતરપિંડી કરી હતી, જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેને ઘણીવખત પેનિક અટેક પણ આવ્યા હતા. જો કે, શીજાને બ્રેકઅપ સ્વીકાર્યું પરંતુ છેતરપિંડી કર્યાનો ઇનકાર કર્યો.

Back to top button