સ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકા સામે અંતિમ અને ત્રીજી નિર્ણાયક વનડે :  ઘરઆંગણે 12 વર્ષ બાદ શ્રેણી જીતવાની તક

Text To Speech

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. આ ત્રણ વનડે શ્રેણીમાં બંને ટીમોએ એક-એક જીત મેળવી છે. તેથી હાલમાં આ શ્રેણી 1-1થી બરાબર છે. હવે બંને ટીમો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નિર્ણાયક જીતની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો : રાંચીમાં આ કારનામું કરનાર વિરાટ કોહલી બાદ શ્રેયસ અય્યર બન્યો બીજો ભારતીય

12 વર્ષ પછી ઘરઆંગણે સિરીઝ જીતવાની તક

યજમાન ટીમ ઈન્ડિયા હવે 12 વર્ષના લાંબા ગાળા બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુલાકાતી દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી જીતવા માટે તૈયાર છે. વર્ષ 2010થી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે તેની ધરતી પર એક પણ વનડે શ્રેણી જીતી શકી નથી. છેલ્લે 21 ફેબ્રુઆરી, 2010ના રોજ આફ્રિકા સામે ઘરઆંગણે ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી હતી. જ્યારે વર્ષ 2015 માં પણ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતને 5 મેચની વનડે શ્રેણીમાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી આજે 12 વર્ષનાં લાંબા સમયગાળા બાદ ટીમ ઈન્ડિયા પાસે આ સિરીઝ જીતવાની તક છે. તેથી જ ભારતીય ટીમ આજે શિખર ધવનના નેતૃત્વમાં આ જ લક્ષ્યને હાંસલ કરવા માટે કમર કસી રહી છે.

બંને ટીમોનાં પ્લેઈંગ ઈલેવન

ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (WK), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને અવેશ ખાન.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (WK), યેનેમન મલાન, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર (કેપ્ટન), માર્કો જેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, બ્યોર્ન ફોર્ટ્યુઈન, લુંગી એનગીડી, એનરિક નોર્ટ્યા.

Back to top button