મનોરંજન

ફિલ્મફેર OTT એવોર્ડસ 2022 ની જાહેરાત, જાણો કોને કયો એવોર્ડ મળ્યો ?

Text To Speech

છેલ્લા ઘણા સમયથી OTT પ્લેટફોર્મના ઓડીયન્સમાં વધારો થયો છે ત્યારે ધ દાબુને પ્રોપર્ટીઝ ફિલ્મફેર 2022ના વર્ષના OTT એવોર્ડ્સ જાહેર કર્યા હતા. જેમાં તુષાર જલોટાની સોશ્યલ કોમેડી ફિલ્મ ‘દસવી’ ને ‘બેસ્ટ ઓરીજનલ ફિલ્મ’ અને આ ફિલ્મ માટે અભિષેક બચ્ચનને બેસ્ટ એક્ટર તથા તપસી પન્નુને ફિલ્મ ‘ લૂપ લપેટા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત વેબ સીરીઝ માટે રવિના ટંડન અને અનિલ કપૂરને પણ એવોર્ડ્સ મળ્યા હતા. ઉપરાંત અલગ-અલગ ઓનલાઈન પ્લેટફોર્મ પર આ વર્ષે રીલીઝ થયેલ ઓરીજનલ ફિલ્મ અને વેબ સીરીઝને અલગ-અલગ કેટેગરીમાં અવોર્ડસ મળ્યા હતા.

ઘણા બોલીવુડ ફિલ્મ સ્ટારે પણ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું

દર શુક્રવારે જેમ નવી ફિલ્મની રાહ જોવાય છે તેમ જ હવે નવી ફિલ્મો કે વેબ સીરીઝની પણ લોકો આતુરતાથી રાહ જુએ છે. ઘણી વેબ સિરીઝની એક પછી એક સીઝન સુપરહિટ જઈ રહી છે તો આ વર્ષે ઘણા બોલીવુડ ફિલ્મ સ્ટારે પણ આ વખતે OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે અને તેમના ઘણા વખાણ પણ થયા છે. ‘રોકેટ બોય્સ’ નામની વેબ સિરીઝે આ વખતે મેદાન માર્યું હતું, મોટા ભાગની કેટેગરીમાં ટેકનીકલ અવોર્ડસ તેણે પોતાને નામ કરાવ્યા હતા.

જાણો 2022 ફિલ્મફેર OTT એવોર્ડ્સના વીનર

1.બેસ્ટ એક્ટર વેબ ઓરીજનલ ફિલ્મ મેલ – અભિષેક બચ્ચન ( દસવી) (Netflix)

2. બેસ્ટ એક્ટર વેબ ઓરીજનલ ફિલ્મ ફીમેલ – તાપસી પન્નુ (લૂપ લપેટા) (Netflix)

3. બેસ્ટ સીરીઝ – રોકેટ બોય્સ (Sony Liv)

4. બેસ્ટ સીરીઝ ક્રિટિક – તબ્બાર (Sony Liv)

5. બેસ્ટ ડિરેક્ટર સીરીઝ – અભય પન્નુ ( રોકેટ બોય્ઝ)(Sony Liv)

6. બેસ્ટ સીરીઝ ક્રિટિક – અજીતપાલ સિંઘ ( તબ્બાર) (Sony Liv)

7. બેસ્ટ એક્ટર ઇન ડ્રામા સીરીઝ (મેલ) – જીમ સારાભ ( રોકેટ બોય્ઝ)(Sony Liv)

8. બેસ્ટ એક્ટર ઇન ડ્રામા સીરીઝ ( ફીમેલ) – રવિના ટંડન (આરણ્યક) (Netflix)

9. બેસ્ટ એક્ટર, ડ્રામા, ક્રિટિક એવોર્ડ ( ફીમેલ) – સાક્ષી તનવર ( માઈ) (Netflix)

10. બેસ્ટ એક્ટર, કોમેડી, ક્રિટિક (મેલ) – જીતેન્દ્ર કુમાર ( પંચાયત સીઝન 2) (Amazon Prime)

11. બેસ્ટ એક્ટર, કોમેડી, ક્રિટિક (ફીમેલ) – મીથીલા પાલકર ( લિટલ થિંગ્સ સીઝન 4 ) (Netflix)

12. બેસ્ટ કોમેડી સીરીઝ – ગુલ્લક સીઝન 3 (Sony Liv)

13. બેસ્ટ વેબ ઓરીજનલ ફિલ્મ – દસવી (Netflix)

14. બેસ્ટ સપોર્ટીંગ વેબ ઓરીજનલ ફિલ્મ મેલ – અનિલ કપૂર ( થાર) (Netflix)

Back to top button