ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મફેર એવોર્ડ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ફિલ્મ સ્ટાર્સ સાથે કરી મુલાકાત

Text To Speech

ગાંધીનગર, 28 જાન્યુઆરી: ફિલ્મફેર હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ પ્રતિભા અને તકનીકી સિદ્ધિઓનો સૌથી મોટો સમારોહ 69મા ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મફેર એવોર્ડના બીજા દિવસે અનેક દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટી ખાતે કાર્યક્રમ પૂર્વે બપોરે ગુજરાતમાં સૌપ્રથમવાર આયોજિત ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેવા આવેલા હિન્દી ફિલ્મ ઉદ્યોગના ખ્યાતનામ કલાકારો સાથે સૌજન્ય બેઠક કરી હતી.

બોલિવૂડના જાણીતા સ્ટાર્સ ગિફ્ટસિટીના મહેમાન બન્યા

 

ફિલ્મફેર એવોર્ડ 2024-HDNEWS

 

ફિલ્મફેર એવોર્ડના બીજા દિવસે ફંક્શનમાં અનેક કલાકારોએ હાજરી આપી હતી. બોલિવૂડના જાણીતા સ્ટાર્સ કરણ જોહર, આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાનવી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન વગેરે ગિફ્ટસિટીના મહેમાન બન્યા હતા.

જ્યારે ગઈકાલે અનેક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. અનેક મોટા ડિરેક્ટરોએ પણ ફિલ્મફેરમાં હાજરી આપી હતી. મલ્હાર ઠાકર સહિત ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝના કલાકારો પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: મજબૂત ન્યાયિક વ્યવસ્થા એ વિકસિત ભારતનો મુખ્ય પાયો છેઃ વડાપ્રધાન મોદી

Back to top button