અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમનોરંજન

ફિલ્મફેર એવોર્ડ 2024ના વિજેતાઓ જાહેર, ધ એવોર્ડ ગોઝ ટુ

Text To Speech
  •  ‘12th ફેલ’ને બેસ્ટ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ અને વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ
  • રણબીર કપૂરે બેસ્ટ અભિનેતાનો અને આલિયા ભટ્ટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો

ગાંધીનગર, 29 જાન્યુઆરી: ગુજરાતના ગાંધીનગરમાં 69મા ફિલ્મફેર એવોર્ડ યોજાયો છે. હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. ત્યારે ફિલ્મફેર 2024ના વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં 12th ફેલ મૂવીએ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે જ્યારે આ મૂવીના ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. રણબીર કપૂરે બેસ્ટ અભિનેતાનો અને આલિયા ભટ્ટે બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે તેમજ ભૂપિન્દર બબ્બલને ‘એનિમલ’ ફિલ્મના ‘અર્જુન વેલ્લી’ ગીત માટે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ભવ્ય બોલિવૂડ ઈવેન્ટમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર અને કરીના કપૂર ખાન જેવી ઘણી હસ્તીઓએ પરફોર્મ કર્યું છે. માત્ર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જ નહીં, ઘણા અન્ય સ્ટાર્સે પણ 69મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ધૂમ મચાવી છે.

 

શ્રેષ્ઠ દિગ્દર્શક
ફિલ્મફેર એવોર્ડ 2024માં વિદુ વિનોદ ચોપરાને ’12મી ફેલ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ. આ પહેલા પણ દિગ્દર્શક પોતાના કરિયરમાં બીજી ઘણી શાનદાર ફિલ્મો આપી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સ 

રાની મુખર્જીએ ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ અભિનેત્રી ક્રિટિક્સનો એવોર્ડ જીત્યો છે. અભિનેત્રીને આ એવોર્ડ તેની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

શ્રેષ્ઠ સહાયક પુરૂષ અભિનેતા

ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં ‘ડંકી’ ફિલ્મમાં વિકી કૌશલની ભૂમિકા માટે તેને શ્રેષ્ઠ સહાયક પુરૂષ અભિનેતાનો  પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

આ પણ વાંચો: ‘રામાયણ’માં હનુમાનનું પાત્ર સની દેઓલ ભજવશે, ફિલ્મમાં રામ-સીતા કોણ બનશે?

Back to top button