ફિલ્મી ઢબે ચોરી : ચાલતી ટ્રકમાં તસ્કરોએ કરી 1 કરોડથી વધુની લૂંટ, પોલીસ શોધખોળમાં
ગુજરાતમા ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તસ્કરોએ ફિલ્મી ઢબે ચાલતી ટ્રકમા ચોરી કરીને કરોડોની ચોરીને અંજામ આપ્યો છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે CCTVને આધારે તસ્કરોની શોધખોળ શરુ કરી છે.
તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીને આપ્યો અંજામ
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઈવે પર ફિલ્મી ઢબે ચોરોએ ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચઢાવી દીધા છે. તસ્કરોએ ચાલતી ટ્રકમાં પાછળથી ચઢીને તાળુ તોડીને ટ્રકમાં રહેલ કરોડોનો મત્તામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચઢાવી દીધા હતા.
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ
પોલીસે તપાસ કરતા ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં તસ્કરો ચાલતી ટ્રકની પાછળથી આવીને તાળુ તોડીને દરવાજો ખોલી અંદર ઘૂસ્યા હતા. અને તેમાં રહેલ ઈલેક્ટ્રોનિક આઈટમ્સને લઈને ભાગતા દેખાઈ રહ્યા હતા. આ સીસીટીવીના દ્રશ્યો કોઈ ફિલ્મી દ્રશ્યોથી ઓછા ન હતા.
સીસીટીવી ફૂટેજ થયા વાયરલ
6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પર થયેલ હાઈટેક ચોરીની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સૌ કોઈ ચોરીની આ ઘટના જોઈને ચોંકી ઉઠ્યા હતા. ત્યારે તસ્કરો ચોરી કરવા માટે એવી હાઈટેક પદ્ધતિ અપનાવી છે. જેવી ફિલ્મોમાં બતાવવામાં આવતી હોય છે. ત્યારે ચોરો હવે ફિલ્મો જોઈને રીયલ લાઈફમા ફિલ્મો જેવી પદ્ધતીથી ચોરી કરવાની શીખ લઈ રહેલા જોવા મળી રહ્યા છે.
પોલીસે શરુ કરી તપાસ
ચોરીની આ ઘટના અંગે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસની કામગીરી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર પોલીસે સીસીટીવીના આધારે બે બાઈક ચોરની શોધખોળ શરુ કરી છે.
1 કરોડથી વધુના મુદ્દામાલની ચોરી
લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા બાઈક સવારો આવીને ટ્રકની પાછળથી લોક તોળીને તેમાં રહેલ ટાટા સ્કાયનો સામાન, હેડફોન તથા પાવરબેક, ઓટોમોબાઈલ, જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર 563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2 લાખ 27 હજાર 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1 કરોડ 7 લાખ 17 હજાર 133ના મુદ્દામાલના લૂંટ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસની મુહિમ, 116 આરોપીઓ પોલીસના સકંજામાં