મનોરંજન

‘File No.323’ ભાગેડુ વિજય માલ્યાની બાયોપીક, જાણો ક્યો કિરદાર કોણ ભજવશે

Text To Speech

‘શિવાજી’, ‘અપરિચિત’ અને ‘2.0’ જેવી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય દિગ્દર્શક શંકરના આસિસ્ટન્ટ રહેલા કાર્તિક હાલમાં દેશના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના કેસ સાથે જોડાયેલી ફિલ્મ ‘ફાઈલ નંબર 323’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વિજય માલ્યાના રોલ માટે તે બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે ચર્ચામાં છે, ત્યારે સુનીલ શેટ્ટી પણ આ ફિલ્મમાં ખાસ રોલ માટે ચર્ચામાં છે. અનુરાગ કશ્યપના અભિનય કરિયરની વાત કરીએ તો તેણે સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘અકિરા’માં એક મજબૂત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.

શેટ્ટી ભજવશે આ પાત્ર

મળતી માહિતી અનુસાર, સુનીલ શેટ્ટી ‘ફાઈલ નંબર 323’માં ચાર્ટર્ડ એકાઉન્ટ (CA)ની ભૂમિકા ભજવશે. જે ફિલ્મમાં બહુરાષ્ટ્રીય ઓડિટ ફર્મ માટે કામ કરે છે અને આર્થિક ગુનાની સંપત્તિ સાથે જોડાયેલ છે. આ ફિલ્મમાં વિજય માલ્યા ઉપરાંત મેહુલ ચોક્સી અને નીરવ મોદી દ્વારા કરવામાં આવેલા આર્થિક ગુનાઓનો પર્દાફાશ કરવામાં આવશે. હાલમાં મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પાત્રો માટે કાસ્ટિંગ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ શેટ્ટીને તેનો રોલ પસંદ આવ્યો છે અને તે આ મહિને 20 નવેમ્બર 2022થી મુંબઈમાં શરૂ થનારી ફિલ્મના શૂટિંગમાં ભાગ લેશે.

21 નવેમ્બરે શરૂ કરી શકે છે શૂટિંગ 

સુનીલ શેટ્ટી MX પ્લેયરની વેબ સિરીઝ ‘ધારાવી બેંક’ દ્વારા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહ્યો છે. આ શ્રેણીમાં સુનીલ શેટ્ટી ધારાવી પર રાજ કરનાર અંડરવર્લ્ડ ડોન થલાઈવનની ભૂમિકા ભજવે છે. ત્યાંના લોકો તેમને પોતાનો મસીહા માને છે. આ વેબ સિરીઝ 19 નવેમ્બરથી સ્ટ્રીમ થશે અને સુનીલ શેટ્ટી 21 નવેમ્બરથી મુંબઈમાં વિજય માલ્યાની બાયોપિક ‘ફાઈલ નંબર 323’નું શૂટિંગ શરૂ કરશે.

Back to top button