ટ્રેન્ડિંગધર્મ

ઘરમાં લડાઇ-ઝઘડા કે કોઇ તકલીફનું કારણ વાસ્તુ દોષ તો નથી ને?

Text To Speech
  • વાસ્તુ દોષના કારણે ઘરમા કંકાસ થઇ શકે છે. 
  • વાસ્તુ દોષના કારણે ઘરમાં આર્થિક તંગી પણ થઇ શકે છે.
  • કેટલીક વાસ્તુટિપ્સ અપનાવીને સમસ્યાઓ ઓછી કરી શકો છો. 

તમે ઘણી વખત જોયુ હશે કે ઘરમાં કોઇ પણ કારણ વગર તણાવ કે લડાઇ-ઝઘડા થતા હોય છે. આ કારણે તમરા અરસપરસના સંબંધોમાં કડવાશ આવે છે. એકબીજા પ્રત્યે ઉદાસીનતા આવે છે. જો તમે તમારા જીવનમાં ખુશીઓ ઇચ્છો છો અને સંબંધોમાં પ્રેમ ઇચ્છો છો તો આ સરળ ઉપાય અજમાવો.

ઘરમાં લડાઇ-ઝઘડા કે કોઇ તકલીફનું કારણ વાસ્તુ દોષ તો નથી ને?  hum dekhenge news

  • અઠવાડિયામાં એકવાર ગૂગળનો ધુપ જરૂર કરો, તે ઘરની નેગેટિવીટીને દુર કરશે.
  • તમે ઘઉંમા નાગકેશરના બે દાણા અને તુલસીના 11 પાંદડા નાંખી શકો છો. તેને શુભ માનવામાં આવે છે.
  • ઘરમાં સરસવના તેલના દિવામાં લવિંગ નાંખીને પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે.
  • દર ગુરૂવારે તમારા ઘરના તુલસીના છોડમાં દુધ ચઢાવવુ શુભ માનવામાં આવે છે.
  • તવા પર રોટલી શેકતા પહેલા દુધના છાંટા નાંખવા શુભ ગણાય છે.
  • પહેલી રોટલી ગૌમાતા માટે રાખી દેશો તો ક્યારેય પૈસાની તંગી નહી સર્જાય.

ઘરમાં લડાઇ-ઝઘડા કે કોઇ તકલીફનું કારણ વાસ્તુ દોષ તો નથી ને?  hum dekhenge news

  • તમારા મકાનના દરવાજા એક જ લાઇનમાં ન હોવા જોઇએ, તેનુ હંમેશા ધ્યાન રાખો.
  • ઘરમાં સંત-મહાત્માઓના ચિત્ર આશીર્વાદ મુદ્રામાં લગાવો.
  • તમારા ઘરમાં તુટેલી ફુટેલી, ભંગાર અને બિનજરૂરી વસ્તુઓ ન રાખો.
  • ઘરના કોઇ પણ નળમાંથી પાણી ટપકતુ ન હોવુ જોઇએ, નહીંતો લક્ષ્મીનો વ્યય થશે.
  • સુકાયેલા ફુલોને ઘરમાં સ્થાન ન આપો. ઘરમાં ફ્રેશ ફ્લાવર્સ જ રાખો.
  • ઘરમાં તુલસીનો છોડ પુર્વ દિશા તરફ અથવા પૂજા સ્થાન પાસે જ રાખો.
  • વાસ્તુ અનુસાર ઉત્તર કે પુર્વ દિશામાં કરાયેલો પાણીનો નિકાલ આર્થિક દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે.
  • ઘરની દક્ષિણ-પુર્વ દિશામાં હરિયાળી વાળા ચિત્રો લગાવો.

આ પણ વાંચોઃ એસી વગર ચાલે એમ નથી અને વધી રહ્યુ છે લાઇટ બિલ? Follow This Tips

Back to top button