ખેડા, 24 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. હવે પોલીસ કર્મચારીઓ ખુદ દારૂબંધીના કાયદાને અવગણી રહ્યાં હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે. ખાખીને બદનામ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર દારૂની મહેફીલ વચ્ચે કોઇ બાબતે એકબીજાને માર મારતા જોવા મળી રહ્યા છે. આ અંગે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ત્રણેય પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
— SP Kheda Nadiad (@SPKheda) February 24, 2024
વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ દારૂની મહેફિલ માણતા એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ,યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે.
View this post on Instagram
ત્રણ PI દારૂની મહેફિલ દરમિયાન ઝગડી પડ્યા
આ ત્રણ PI દારૂની મહેફિલ દરમિયાન કોઈ કારણસર બબાલ કરતા હોય તેવું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી
ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા આ સમગ્ર મામલે શિસ્ત ભંગના પગલાં લેવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓ સામે અને ખાનગી વ્યક્તિઓ સામે નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈને તપાસ સોંપાઈ છે. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે આજે જ તપાસ કરવા માટેનો ઓર્ડર મળ્યો છે. જેની તપાસ કર્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃપોલીસના ત્રાસથી રાજકોટના યુવાને જીવન ટુંકાવ્યું,PSI સામે દુષ્પ્રેરણાનો ગુનો