ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

ફાઈટરનું ટ્રેલર રીલીઝઃ દેશભક્તિના રંગમાં રંગી દેશે દીપિકા-ઋત્વિક

Text To Speech
  • હવે આજે ટ્રેલર રીલીઝ થયા બાદ લાગી રહ્યું છે કે ફિલ્મના સૌથી દમદાર હથિયારને મેકર્સે ટ્રેલર માટે બચાવીને રાખ્યું હતું. હવે ફાઈનલી ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે.

મુંબઈ, 15 જાન્યુઆરીઃ ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરનું ટીઝર થોડા દિવસ પહેલા આવ્યું હતું. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ, જબરજસ્ત વિઝ્યુઅલ્સ અને એક્શનની જે હિંટ ટીઝરમાં મળી હતી, તેણે દર્શકોને ફિલ્મ જોવા માટે એક્સાઈટ કરી દીધા હતા. ફિલ્મના ત્રણ ગીતો પણ રીલીઝ થયા હતા અને તેને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. જોકે હવે આજે ટ્રેલર રીલીઝ થયા બાદ લાગી રહ્યું છે કે ફિલ્મના સૌથી દમદાર હથિયારને મેકર્સે ટ્રેલર માટે બચાવીને રાખ્યું હતું. હવે ફાઈનલી ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે. હવે લોકો ઈચ્છે છે કે તેઓ જલ્દી આ ફિલ્મ જોઈ શકે.

2019માં વોર અને ગયા વર્ષે પઠાણ જેવી જબરજસ્ત એક્શન ફિલ્મો ડિલીવર કર્યા બાદ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ ફાઈટર લઈને આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બોલિવુડ ફિલ્મમાં એરિયલ એક્શન ટ્રાય કરવામાં આવી છે. ફાઈટરના વિઝ્યુઅલ્સ કહી રહ્યા છે કે સિદ્ધાર્થ એક વાર પોતાની ફિલ્મમાં એક્શનને એક નવા લેવલ સુધી પહોંચાડી દેશે.

શું છે ફાઈટરના ટ્રેલરમાં?

ફાઈટરનું ટ્રેલર બતાવે છે કે ઈન્ડિયન એરફોર્સે દેશની સુરક્ષા પર ખતરો ન આવે તે માટે તાત્કાલિક જવાબ આપવા એક ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે. શમશેર પઠાનિયા ઉર્ફે પેટી (ઋત્વિક રોશન) અને મીનલ રાઠોડ એટલે કે મિની (દીપિકા પાદુકોણ) આ ટીમનો ભાગ છે.

આ ટીમનું નેતૃત્વ કરી રહેલા ગ્રુપ કેપ્ટન રાકેશ જય સિંહ એટલે કે ‘રોકી’નો ઓર્ડર છે કે દરેક વ્યક્તિએ અરસપરસનું બોન્ડિંગ ટાઈટ રાખવું કેમકે મુશ્કેલીના સમયમાં તે જ કામ લાગશે, પરંતુ પેટીનો આત્મવિશ્વાસ તેને અન્ય લોકોમાં ‘અહંકારી’નો ટેગ આપે છે. દેશમાં પુલવામા હુમલા બાદ આ ટીમને POKમાં આતંકીઓ પર હુમલો કરવાનું ટાસ્ક મળ્યું છે.આ ટાસ્ક સિવાય પેટી અને મીનીની લવ સ્ટોરી પણ છે. ફિલ્મમાં જોરદાર એક્શનની સાથે જબરજસ્ત ડાયલોગ્સ પણ છે. આ ઉપરાંત અનિલ કપૂર ગ્રુપ કેપ્ટન રોકી સિંહની ભૂમિકામાં છે, ત્યારે તેની સાથે કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ જેવા કલાકારો પણ છે.

આ પણ વાંચોઃ લક્ષદ્વીપ કેટલું તૈયાર છે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા?

Back to top button