Fighter રૂ. 300 કરોડની ક્લબમાં પ્રવેશનારી 2024ની પ્રથમ ફિલ્મ બની
મુંબઈ, 06 ફેબ્રુઆરી : હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મે શનિવારે 10.50 કરોડ રૂપિયા અને રવિવારે 12.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. એવી આશા હતી કે આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, પરંતુ સોમવારે એટલે કે 12મા દિવસે ફિલ્મની કમાણીમાં 73% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન સોમવારે આ ફિલ્મ વર્લ્ડવાઈડ 300 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 2024માં આ સીમાચિહ્ન હાંસલ કરનારી ‘ફાઇટર’ પ્રથમ ભારતીય ફિલ્મ છે.
એક રિપોર્ટ અનુસાર, સોમવારે 12માં દિવસે ‘Fighter‘એ દેશભરમાં માત્ર 3.35 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે ફિલ્મનું કુલ કલેક્શન હવે 178.60 કરોડ રૂપિયા છે, તે હજુ પણ તેના 250 કરોડ રૂપિયાના બજેટથી ઘણી પાછળ છે. પ્રજાસત્તાક દિવસના અવસરે 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ એકમાત્ર ફિલ્મ છે, કારણ કે ‘મૈં અટલ હૂં’થી લઈને ‘મેરી ક્રિસમસ’ જેવી હિન્દી ફિલ્મો નિષ્ફળ ગઈ છે.સાઉથની ‘હનુમાન’ પણ કંઈ ખાસ સક્ષમ નહોતી.
સોમવારે ‘ફાઇટર’ની 100માંથી 90 ખુરશીઓ ખાલી
‘ફાઇટર’ એ તેના 8 દિવસના પ્રથમ સપ્તાહમાં 146.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. જ્યારે શુક્રવારથી રવિવાર સુધીના બીજા વિકેન્ડમાં ફિલ્મે 28.75 કરોડની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં, આશા હતી કે સોમવારે આ ફિલ્મ ઓછામાં ઓછા 7-8 કરોડ રૂપિયાનો બિઝનેસ સરળતાથી કરી લેશે. પરંતુ આ ફિલ્મ ત્યારે 5 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી. સોમવારે થિયેટરોમાં ‘ફાઇટર’ની સરેરાશ દર્શકોની સંખ્યા પણ ઘટીને 10.49% થઈ ગઈ હતી. જ્યારે સવારના શોમાં દર્શકોની સંખ્યા માત્ર 7% જ જોવા મળી હતી.
‘ફાઈટર’નું વર્લ્ડવાઈડ કલેક્શન 300 કરોડને પાર
આ ઉપરાંત, સોમવારે ‘ફાઇટર’ વિશ્વવ્યાપી કલેક્શનના સંદર્ભમાં 300 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ ખરી ચિંતા એ છે કે શાહિદ કપૂર અને કૃતિ સેનનની ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ શુક્રવારે રિલીઝ થશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે અને આ નવી ફિલ્મને વેલેન્ટાઈન વીકમાં ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો : ‘ફાઈટર’ ફિલ્મના એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણને મળી લીગલ નોટિસ, જાણો કારણ