‘Fighter’નો બોક્સ ઓફિસ પર દબદબો, ઋતિક રોશનની એક્શનના ભરપૂર વખાણ
26 જાન્યુઆરી, 2024: બોલિવૂડ એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘Fighter’ની રિલીઝનો આજે બીજો દિવસ છે. આ ફિલ્મ જોવા માટે દર્શકો સતત સિનેમાઘરો તરફ વળ્યા છે. ‘Fighter’એ પહેલા દિવસે કેટલા કરોડનો બિઝનેસ કર્યો અને આ ફિલ્મ કેટલી અપેક્ષાઓ પર ખરી ઉતરી. ફિલ્મ જોયા પછી આવેલા યુઝર્સ સતત આ ફિલ્મના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
એક તરફ ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીએ ‘Fighter’એ જોનારા લોકોના દિલ જીતી લીધા હતા. બીજી તરફ ઋતિક રોશનના એક્શનની ચર્ચા દરેક જગ્યાએ છે. લાંબા સમય બાદ ઋતિક રોશન ફાઈટર દ્વારા મોટા પડદા પર જોવા મળ્યો છે. આ પહેલા તે વોર ફિલ્મમાં જોવા મળ્યો હતો. જેણે રિલીઝના પહેલા જ દિવસે અસાધારણ બિઝનેસ કરીને બધાને ખુશ કર્યા. આવી સ્થિતિમાં ‘Fighter’ના પ્રથમ દિવસના આંકડા પણ સામે આવ્યા છે.
‘Fighter’નું બોક્સ ઓફિસ પર કલેક્શન
સકનીલ્કના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ફાઈટરના પહેલા દિવસના પ્રારંભિક આંકડા 22 કરોડ છે. જોકે હજુ પણ આમાં ફેરફાર થઈ શકે છે. ઋતિક-દીપિકા અને અનિલ કપૂરની ફિલ્મ માટે આ સારી શરૂઆત માનવામાં આવે છે. જો કે શનિવાર અને રવિવારના આંકડા વધે તેવી પુરેપુરી શક્યતાઓ છે. આ ફિલ્મને વીકેન્ડનો પૂરો ફાયદો મળવાનો છે.
ઋતિક રોશનની છેલ્લી બે ફિલ્મો
ઋતિક રોશનની અગાઉની એક્શન ફિલ્મ ‘WAR’એ પહેલા દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મે 53 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે ‘Bang Bang’ ફિલ્મે 27 કરોડ રૂપિયાના કલેક્શન સાથે ખાતું ખોલાવ્યું હતું. Pathan ફિલ્મ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે ફાઈટરનું નિર્દેશન કર્યું છે. દિગ્દર્શકને તેની ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.