VIDEO:સરકારી સ્કૂલમાં મહિલા ટીચરને આંગણવાડી કાર્યકર્તા સાથે થઈ મારામારી, બાળકોએ પણ હાથ સાફ કરી લીધા

Teacher Fight In Mathura: એક પ્રાઈમરી સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી કાર્યકર્તા અને એક સહાયક શિક્ષિકા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ સમગ્ર મામલો કેમેરામાં રેકોર્ડ ઈ ગયો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઝઘડાથી સ્કૂલના બાળકોમાં ડર ફેલાવવો જોઈતો હતો, પણ વીડિયોમાં તો બાળકો શિક્ષિકાનો સાથ આપતા આંગણીવાડી કાર્યકર્તા પર હુમલો કરતા દેખાઈ રહ્યા છે. બેસિક શિક્ષણ અધિકારીએ તરત આ મામલે ગંભીરતા દાખવી અને બ્લોક શિક્ષણ અધિકારીને તપાસ માટે નિયુક્ત કર્યા. ઝઘડામાં આંગણવાડી કાર્યકર્તાને ગંભીર ઈજા થઈ અને સારવાર માટે તેમને ફરીદાબાદની એક હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
વાયરલ વીડિયોમાં, એક પ્રાથમિક શાળાના શિક્ષિકા અને એક આંગણવાડી કાર્યકર એકબીજાના વાળ ખેંચતા જોવા મળે છે. બંને જમીન પર પડી ગયા અને એકબીજાને થપ્પડ અને લાતો મારી રહ્યા હતા. નવાઈની વાત એ છે કે શાળાના નાના બાળકો પણ આ લડાઈમાં સામેલ થઈ ગયા. વીડિયોમાં, બાળકો આંગણવાડી કાર્યકરને લાત મારતા જોવા મળ્યા હતા, જ્યારે બે મહિલાઓ જમીન પર લડી રહી હતી.
*मथुरा*: 😎
आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा !
मथुरा के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर एक घटना सामने आई,, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही है ।🧐 pic.twitter.com/u3zgJXLzB2
— जन स्वदेश पिटारा (@pradipy81315327) March 27, 2025
લડાઈનું કારણ શું હતું?
અહેવાલો અનુસાર, સહાયક શિક્ષિકાનું નામ પ્રીતિ તિવારી છે, જેમની તાજેતરમાં જૌનપુરથી આ શાળામાં બદલી કરવામાં આવી હતી. બુધવારે (26 માર્ચ) ના રોજ, પ્રીતિ તિવારીની આંગણવાડી કાર્યકર ચંદ્રાવતી સાથે કોઈ વાતને લઈને દલીલ થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. બંને મહિલાઓએ એકબીજા પર હુમલો કર્યો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ લડાઈ શાળાની અંદર બાળકોની સામે થઈ હતી. બાળકો આ રીતે લડાઈમાં ફસાઈ ગયા તે બધા માટે આઘાતજનક હતું.
લડાઈ કોણે શરૂ કરી?
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સહાયક શિક્ષિકા પ્રીતિ તિવારીએ પહેલા આંગણવાડી કાર્યકર ચંદ્રાવતી પર હુમલો કર્યો હતો. અહેવાલોમાં એ પણ ખુલાસો થયો છે કે પ્રીતિ તિવારીનો આ પહેલો વિવાદ નથી. તેમની સામે અગાઉ પણ આવી ફરિયાદો મળી છે. લડાઈ એટલી હિંસક બની ગઈ કે ચંદ્રાવતીને ગંભીર ઈજાઓ થઈ. તેમની ગંભીર હાલતને કારણે પરિવારે તેમને ફરીદાબાદની એક હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા.
શિક્ષણ વિભાગના અધિકારીઓએ વીડિયો જોતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી. આ મામલાની તપાસ બ્લોક શિક્ષણ અધિકારી કૈલાશ શુક્લાને સોંપવામાં આવી છે. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને બે દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટ મળ્યા બાદ, શિક્ષણ વિભાગ જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપથી 10 હજાર લોકોના મોતની આશંકા, દુનિયાભરના દેશો પાસે મદદ માગી