ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાબરકાંઠામાં ક્ષત્રિયો અને ભાજપના નેતાઓ વચ્ચે ઝપાઝપી, વીડિયો વાયરલ

Text To Speech
  • ક્ષત્રિયોની સાથે જિલ્લા કોંગ્રેસના નેતાઓ પણ દેખાતા રમણલાલ વોરાએ પિત્તો ગુમાવ્યો

વડાલી, સાબરકાંઠા, 21 એપ્રિલઃ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરી રહેલા ક્ષત્રિયો હવે ધીરજ ગુમાવીને મારામારી પર ઊતરી આવ્યા છે. સાબરકાંઠાના વડાલીમાં આજે તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમયે કેટલાક ક્ષત્રિઓ ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ત્યાં ઉપસ્થિત ભૂતપૂર્વ મંત્રી રમણલાલ વોરા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ધક્કામુક્કી કરી હતી.

જૂઓ વીડિયો અહીં…

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અહેવાલ મુજબ, ક્ષત્રિયો દ્વારા થઈ રહેલા દેખાવો, સૂત્રોચ્ચાર અને ધક્કામુક્કી દરમિયાન જિલ્લા કોંગ્રેસના અમુક નેતાઓ પણ તેમાં સામેલ હતા. કોંગ્રેસના આ નેતાઓને જોઈને રમલાલ વોરા પણ ગુસ્સે થયા હતા અને તેમણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રાજ્યનો ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા દિવસથી નારાજ છે. રૂપાલાનાં ઉચ્ચારણોથી ગુસ્સે ભરાયેલો ક્ષત્રિય સમાજ રાજ્યમાં ઠેરઠેર વિવિધ રીતે દેખાવો અને પ્રદર્શન કરી રહ્યો છે. ક્ષત્રિયો છેવટ સુધી તેમની એ માગણીને વળગી રહ્યા હતા કે, રાજકોટમાં રૂપાલાના સ્થાને બીજા કોઇપણને ઉમેદવાર બનાવવામાં આવે, પરંતુ ભાજપે આ અંગે ક્ષત્રિઓને સાનુકૂળ નિર્ણય નહીં લેતાં હવે ક્ષત્રિયોએ રણનીતિ બદલીને દરેક જગ્યાએ પ્રતીક ઉપવાસ સહિત વિવિધ આંદોલન કાર્યક્રમો જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ વોટ્સએપમાં નંબર આપ્યા વગર શેર થશે ફાઈલ, આવી રહ્યું છે શાનદાર ફીચર

Back to top button