ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પં.બંગાળની દક્ષિણ માલદા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો શું છે સમીકરણ

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 10 એપ્રિલ: પશ્ચિમ બંગાળની સાઉથ માલદા સીટ પર લોકસભા ચૂંટણી પ્રચારે વેગ પકડ્યો છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મંદિરો અને દરગાહના ચક્કર લગાવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે કોંગ્રેસના ઉમેદવાર ઈશાખાન ચૌધરી અહીંથી રામ નામનો જપ કરી રહ્યા છે. તો બીજી તરફ, ભાજપના ઉમેદવાર શ્રીરૂપા ચૌધરી પોતાની ગુલાબી ગેંગ સાથે મેદાનમાં ઉતર્યા છે. તો તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ અલી પણ પોતાનું નસીબ અજમાવવા લોકોને અપીલ કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન ઉમેદવારો મતદારોને ખુશ કરવા કંઈને કંઈ કરતા હોય છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈશા ખાન ચૌધરી ચૂંટણી પ્રચાર દરમિયાન અહીં પાકુડતલા સ્થિત રામ મંદિર પહોંચ્યા હતા. તેમણે કપાળ પર તિલક પણ લગાવ્યું. પૂછવા પર તેમણે મીડિયાને કહ્યું કે ભગવાન રામ કોઈની જાગીર નથી. તેઓ બાળપણથી જ બિનસાંપ્રદાયિક વિચારસરણી સાથે મોટા થયા છે.

સાઉથ માલદા બેઠક કોંગ્રેસનો ગઢ

દક્ષિણ માલદા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. મોટા ભાગે અહીંથી કોંગ્રેસનો વિજય થયો છે. આ વખતે મુકાબલો દિલચસ્પ છે. અહીં તમામ ઉમેદવારોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. કાળઝાળ ગરમીમાં પણ તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી. આ બેઠક પરથી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શાહનવાઝ અલી રાયહાને હરીફાઈને ત્રિકોણીય બનાવી છે. અહીં ડાબેરી મોરચા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. માલદા એ એવો જિલ્લો છે જ્યાં અબુ બરકત અતાઉર ગની ખાન ચૌધરી એટલે કે એબીએ ગની ખાન ચૌધરીનો વારસો ચાલુ છે. પહેલા માલદા લોકસભા સીટ હતી, બાદમાં તેને ઉત્તર માલદા અને દક્ષિણ માલદા એમ બે ભાગમાં વહેંચવામાં આવી.

ભાજપ તરફથી શ્રીરૂપા મિત્રા મેદાનમાં

ભાજપે શ્રીરૂપા મિત્રા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ નિર્ભયા દીદી તરીકે પ્રખ્યાત છે. તે સ્ત્રી શક્તિનું પ્રતીક કહેવાય છે. તેમણે મહિલાઓ પર અત્યાચાર રોકવા માટે ગુલાબી ગેંગની રચના કરી હતી. આ જ ગુલાબી ગેંગ તેમના સમર્થનમાં સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં છે. તે ગુલાબી સાડી પહેરીને પ્રચાર કરી રહી છે એટલું જ નહીં, તેમની સાથે આવેલી મહિલાઓ પણ ગુલાબી સાડી પહેરેલી જોવા મળે છે. તેમણે તેમની કારનો રંગ ગુલાબી પણ કરાવ્યો છે. શ્રીરૂપાએ કહ્યું કે ગુલાબી રંગ સ્ત્રી શક્તિનો રંગ છે. લગભગ ત્રણ દાયકા પહેલા અમે મહિલાઓ સાથે મળીને ગુલાબી ગેંગ બનાવી હતી. આ ગેંગના સભ્યો ઘરે-ઘરે જઈને વિરોધ કરવા અને મહિલાઓ પર થતી હિંસા રોકવા માટે.

ભાજપના શ્રીરૂપા મિત્ર ચૌધરીએ અંગ્રેજી બજાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. આ વખતે તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર છે. હવે જોવાનું એ રહેશે કે, તે લોકસભા ચૂંટણીમાં તેઓ કેટલા વોટ મેળવી શકે છે.

ગની ખાન ચૌધરીનું નામ આજે પણ પ્રચલિત 

માલદાના પિતા ગણાતા અબુ બરકત અતાઉર ગની ખાન ચૌધરી એક વાર, બે, ત્રણ વખત નહીં પરંતુ સતત આઠ વખત માલદાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમનું નામ આજે પણ ખૂબ લોકપ્રિય છે. આ કારણે આ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા જેઓ 1980થી 2006 સુધી એટલે કે 7મીથી 14મી લોકસભા સુધી સતત માલદામાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. માલદા ઉત્તર અને માલદા દક્ષિણ બે અલગ લોકસભા બેઠકો ન હતી. માલદા લોકસભા સીટ પહેલા એક જ હતી. ગની ખાન ચૌધરી 1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999 અને 2004માં માલદા બેઠક પરથી સતત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આમ, આ વખતે દક્ષિણ માલદા બેઠક પર કોંગ્રેસનું પલળું ભારે દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, મતદારોને રિઝવવા કઈ પાર્ટીના ઉમેદવાર બાજી મારે છે.

આ પણ વાંચો: પ.બંગાળમાં ફરી NIAની ટીમ પર હુમલો, TMC નેતાની તપાસ દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો

Back to top button